વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
પ્રજાનાં રક્ષણ માટે “અડીખમ”નાં ઉદાહરણનું દ્રષ્ટાંત પુરી પાડતી સાપુતારા પોલીસની ટીમ..
સાપુતારાની સરહદને અડીને આવેલ હથગઢ બોરગાવમાં ચાલી રહેલ પૈસા કાયદાનાં અમલની માંગ સાથેની રસ્તા રોકો આંદોલનમાં મહારાષ્ટ્રમાં નાસિક શિરડી દર્શને ગયેલા 33 ગુજરાતી મુસાફરોને સાપુતારા પોલીસની ટીમે રેસ્ક્યુ કરી બચાવ્યા હતા.ત્યારે ડાંગ જિલ્લાની પોલીસ પ્રજાની સુરક્ષા માટે અડીખમ હોવાનું સૂત્ર સાર્થક થયુ છે.ડાંગ જિલ્લાનાં પોલીસ વડા યશપાલ જગાણીયા અને નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલને કેટલાક ગુજરાતી પ્રવાસીઓ આંદોલનને પગલે બોરગાવ નજીક ફસાયા હોવાનો કોલ આવતા તેઓએ સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.નિખિલભાઈ ભોયાને સૂચનાઓ આપી હતી.જેથી સાપુતારા પી.આઈ.નિખિલભાઈ ભોયા અને પોલીસ કર્મીઓની ટીમે ફસાયેલા પ્રવાસીઓને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યુ હતુ. સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.નિખિલભાઈ ભોયા અને પોલીસકર્મીઓની ટીમે મળસ્કે 3 વાગ્યાના અરસામાં સાદા ગણવેશમાં જઈ ફસાયેલા પ્રવાસીઓનો સંપર્ક સાધ્યો હતો.અને રૂબરૂ મળી પરિસ્થિતિનો તાગ મેળવી અહીથી 11 બાળકો અને 22 સ્ત્રી પુરુષને જંગલની કેડી પરથી ચાલીને રાત્રીનાં અંધારામાં 5 કિમિનાં અંતરે સાપુતારા ખાતે લાવી ચા નાસ્તો કરાવી ઘરે પોહચાડયા હતા.ચક્કાજામ અને રસ્તા રોકો આંદોલનનાં પગલે મહારાષ્ટ્ર રાજ્યમાં સાપુતારા-નાસિક માર્ગ પર હાલમાં કોઈ પણ સમયે તંગદિલીનું વાતાવરણ સર્જાવાની શકયતા રહેલ છે.તેમ છતા રાત્રિનાં અરસામાં જીવને જોખમમાં મૂકી ડાંગ જિલ્લાનાં સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.એન.ઝેડ.ભોયા તથા પોલીસકર્મીઓની ટીમે અંધકારને ચીરી કુનેહપૂર્વક અને સહીસલામત રીતે ફસાયેલા 33 જેટલા પ્રવાસીઓને હેમખેમ રીતે બહાર કાઢી ગંતવ્ય સુધી પોહચાડતા સાપુતારા પોલીસની કામગીરીને બિરદાવવામાં આવી હતી..