BANASKANTHAGUJARATPALANPUR

શેઠશ્રી ટી.પી.હાઈસ્કૂલ, માલણમાં એન.એસ.એસ. કાર્યક્રમ અંતર્ગત ડિજીગાંવ ફાઉન્ડેશન દ્વારા સશક્ત રામાણી પ્રોગ્રામ યોજાયો

18 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

શેઠશ્રી ટી.પી.હાઈસ્કૂલ, માલણ ખાતે એન.એસ.એસ.પ્રોગ્રામ અંતર્ગત ડિજિગાંવ ફાઉન્ડેશન દ્વારા સશક્ત રામાણી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ કાર્યકામમાં જે સ્ત્રીઓની સુખાકારી માટે અગ્રણી CSR પહેલ છે. ડીજીગાંવ, કચ્છ રેલ્વે કંપનીના સહયોગથી, “સશક્ત રામાણી” – ગ્રામીણ ભારતમાં સ્ત્રી સુખાકારીના સંવર્ધન પર કેન્દ્રિત એક વ્યાપક CSR પ્રોજેક્ટ છે જેને લોન્ચ કરવાની ગૌરવપૂર્વક જાહેરાત કરી હતી. શ્રીમતી એસ.કે.ડગલા એ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રીમતી એન.આર.સોની એ કર્યું હતું.
આ ફાઉન્ડેશનના ઉદ્દેશો જેવા કે- જાગૃતિ અને આવશ્યક સંસાધનોની ઍક્સેસ દ્વારા મહિલાઓ અને કિશોરીઓને સશક્ત બનાવવી અને એકંદર સુખાકારીને પ્રોત્સાહન આપવાનું છે.
આ કાર્યક્રમના મુખ્ય ઘટકો આ મુજબ હતા:-
1. *માસિક સ્વચ્છતા અંગે જાગૃતિ*: યોગ્ય માસિક સ્વાસ્થ્ય અને સ્વચ્છતા પ્રથાઓ પર મહિલાઓને શિક્ષિત કરવી.
2. *આયર્નની ઉણપ નિવારણ*: આયર્નની ઉણપ અને મહિલાઓના સ્વાસ્થ્ય પર તેની અસર વિશે જાગૃતિ કેળવવી.
3. *માનસિક સ્વાસ્થ્ય સપોર્ટ*: માનસિક સુખાકારી અને તણાવ વ્યવસ્થાપન તકનીકોને પ્રોત્સાહન આપવું.
4. *મફત વિતરણ*: આવશ્યક સંસાધનોની ઍક્સેસ સુનિશ્ચિત કરવા માટે સેનિટરી પેડ્સ અને મલ્ટીવિટામિન્સ વિતરણ કરવામાં આવ્યું હતું. શાળા ની કુલ 1000 વિદ્યાર્થીનીઓને દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતુ. આ પહેલા ફાઉન્ડેશન દ્વારા પાલનપુરની અને વડગામની ગર્લ્સ સ્કૂલોમાં આ રીતનો જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.આમ આશરે ૧૦૦૦ થી ઉપર છોકરીઓએ આ કેમ્પ નો લાભ લીધેલ છે. હજી આગળ પણ આવા જાગૃતિ કાર્યક્રમો વિવિધ ગામો અને શાળાઓમાં યોજાશે. જેમાં સ્થાનિક હેલ્થકેર પ્રોફેશનલ્સ અને નિષ્ણાતોના સહયોગ થી કાર્યક્રમ થશે જેમાં શૈક્ષણિક સામગ્રી અને સંસાધન કીટનું વિતરણ કરવામાં આવશે “સશક્ત રામાણી ગ્રામીણ મહિલાઓને સશક્ત બનાવવાની અમારી પ્રતિબદ્ધતાને જાગૃત બનાવે છે. અમે આ સકારાત્મક પરિવર્તન લાવવા માટે કચ્છ રેલ્વે કંપની સાથે ભાગીદારી કરવામાં કરેલ છે,” ડિજીગાંવના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મોનિષા દાસે જણાવ્યું હતું.
ડિજીગાંવ વિશે એ એક બિન-લાભકારી પહેલ છે જે ડિજિટલ નવીનતા, શિક્ષણ અને ટકાઉ ઉકેલો દ્વારા ગ્રામીણ જીવનને પરિવર્તન કરવા માટે સમર્પિત છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્યશ્રી ડો. રાજેશ પ્રજાપતિએ ડિજિગાવના સભ્યો તેમજ શાળા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!