GUJARATMORWA HADAFPANCHMAHAL

મોરવા હડફ ખાતે ભાજપ દ્વારા ‘શક્તિ કેન્દ્ર સંયોજક પ્રશિક્ષણ વર્ગ-2025’ યોજાયો

 

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

ભારતીય જનતા પાર્ટીના પંચમહાલ જિલ્લા સંગઠન દ્વારા મોરવા હડફ તાલુકાના મોરા ગામે ‘શક્તિ કેન્દ્ર સંયોજક પ્રશિક્ષણ વર્ગ-2025’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પક્ષના કાર્યકર્તાઓને વધુ સક્ષમ બનાવી સંગઠનને મજબૂત કરવાનો હતો. આ પ્રશિક્ષણ વર્ગમાં વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ, જિલ્લા પ્રમુખ મયંકભાઈ દેસાઈ, રાજ્યસભાના સાંસદ જશવંતસિંહ પરમાર, મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર સહિત અનેક અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા.

 

આ પ્રશિક્ષણ વર્ગમાં કાર્યકર્તાઓને સંગઠનાત્મક માળખા, શક્તિ કેન્દ્રની ભૂમિકા, અને પક્ષની નીતિઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી કેવી રીતે પહોંચાડવી તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું. કાર્યકર્તાઓને લોકો સાથે અસરકારક રીતે સંવાદ સાધવા અને જનસંપર્ક વધારવા માટે જરૂરી તાલીમ પણ અપાઈ હતી.

 

આધુનિક સમયની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, સોશિયલ મીડિયા અને અન્ય ટેકનોલોજીનો ઉપયોગ કરીને પક્ષનો પ્રચાર કેવી રીતે કરવો તે વિશે પણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે કાર્યકર્તાઓ વધુ સશક્ત બનીને સ્થાનિક સ્તરે સંગઠનને વધુ મજબૂત બનાવે, જેથી પક્ષની કામગીરી વધુ વેગવંતી બને અને જનતા સાથેનો સીધો સંપર્ક વધુ ગાઢ બને. ઉપસ્થિત અગ્રણીઓએ પણ કાર્યકર્તાઓને નિષ્ઠાપૂર્વક કામ કરવા અને પક્ષના સિદ્ધાંતોને વળગી રહેવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

Back to top button
error: Content is protected !!