BUSINESS

મહિલાઓ માટે હેલ્થ ઇન્શ્યોરન્સના લાભો અને કવરેજ માટેની વ્યાપક માર્ગદર્શિકા

  • લેખક: ભાસ્કર નેરુરકર, પ્રમુખ – હેલ્થ ઍડ્મિનિસ્ટ્રેશન ટીમ, બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ

મહિલાઓ તેમના પરિવારની સુખાકારી અને તેમની કારકિર્દી બંને લક્ષ્યોને સક્રિય રીતે સંચાલિત કરીને બહુમુખી ભૂમિકાઓ ભજવે છે.  જો કે, તમારા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખવું અને હેલ્થ ઇન્શ્યોરન્સ લેવો એ તમારી સુખાકારી માટે એક સુરક્ષા કવચ જેવું છે.  હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન લઈને, તમે તકલીફ વગર તમારા પ્રોફેશનલ અને વ્યક્તિગત લક્ષ્યોને મુક્તપણે પ્રાપ્ત કરી શકો છો અને તે જ સમયે તે તમને તમારા સ્વાસ્થ્યની સુરક્ષા માટે એક સમગ્ર ઉકેલ પ્રદાન કરી શકે છે અને મેડિકલ ખર્ચનો ફાઇનાન્શિયલ બોજ હળવો કરી શકે છે.

હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવાના લાભો:

  • પ્રીમિયમ હેલ્થકેરની પહોંચ – આ ઇન્શ્યોરન્સ મહિલાઓને વ્યાપક હૉસ્પિટલાઇઝેશન કવરેજ દ્વારા મેડિકલ સુવિધાઓ મેળવાની સુવિધા આપે છે. મહિલાઓ નેટવર્ક હૉસ્પિટલોમાંથી ઝડપથી સારવાર મેળવી શકે છે. વધુમાં, જો ખર્ચ ખિસ્સા બહાર જાય, તો તેમની મેડિકલ સારવાર માટે પણ રિઇમ્બર્સમેન્ટની સુવિધા ઉપલબ્ધ છે.

    મેટરનિટી કવર ભવિષ્યમાં માતા બનવાની યોજના બનાવી રહી હોય તે દરેક મહિલા માટે આ કવર જરૂરી છે. આ પ્લાન તેમને ગર્ભાવસ્થા દરમિયાન તેમના તણાવને ઘટાડીને અને તમામ જરૂરી ખર્ચાની ચુકવણી કરીને લાભ આપે છે. આ પ્લાન ડિલિવરી, હૉસ્પિટલાઇઝેશન, પ્રી અને પોસ્ટ-નેટલ કેર, મેડિકલ ટેસ્ટ, દવાઓ અને નવજાત બાળકના ખર્ચાને કવર કરે છે.

  • મનની શાંતિ હેલ્થ ઇન્શ્યોરન્સ હોવાના મહત્વપૂર્ણ ફાયદાઓમાંથી એક એ છે કે તે અનપેક્ષિત મેડિકલ ઇમરજન્સીની દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિમાં મનની શાંતિ પ્રદાન કરશે. વધતી મોંઘવારી સાથે, મેડિકલ ખર્ચા પણ દિવસેને દિવસે વધી રહ્યા છે. જો કે, હેલ્થ ઇન્શ્યોરન્સ હોવાથી તમે અણધાર્યા ખર્ચથી ચિંતામુક્ત થઈ શકો છો.
  • ક્રિટિકલ ઇલનેસ કવરેજ – હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ભારે અથવા ગંભીર બીમારીઓની સ્થિતિમાં પણ ફાઇનાન્શિયલ સુરક્ષા પ્રદાન કરે છે.  મહિલાઓ ઘણીવાર હૃદયરોગ, સ્તન કૅન્સર, હૃદયના રોગ અને પાંડુરોગ સહિત વિવિધ સ્વાસ્થ્ય સંબંધિત પડકારો સાથે સંઘર્ષ કરે છે તે ધ્યાનમાં લેતા, સંબંધિત સારવાર ખર્ચ નોંધપાત્ર હોઈ શકે છે.  જો કે, આ કવરેજથી, મહિલાઓ આ ખર્ચાઓથી પોતાને સુરક્ષિત કરી શકે છે, યોગ્ય સારવાર સુનિશ્ચિત કરી શકે છે અને તેમની સુખાકારીને સુરક્ષિત કરી શકે છે.
  • પર્સનલ એક્સિડન્ટ કવર: એક્સિડેન્ટલ કવર એ એક અતિરિક્ત લાભ છે જે હેલ્થ ઇન્શ્યોરન્સ સાથે આવે છે જીવનની અનિશ્ચિતતાઓને જોતાં, પર્સનલ એક્સિડન્ટ કવરેજ ગેરંટી આપે છે કે તમારી ગેરહાજરીમાં દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓના કિસ્સામાં તમારા પરિવારને સપોર્ટ પ્રાપ્ત થશે. આ કવરેજ તમે તમારા પરિવાર માટે જે ફાઇનાન્શિયલ સુરક્ષા ઈચ્છો છો તે અને અણધારી ઈજાઓ, વિકલાંગતાઓ અથવા ગંભીર અકસ્માતો સામે સુરક્ષા ઑફર કરે છે. પર્સનલ એક્સિડન્ટ ઇન્શ્યોરન્સ પૉલિસી તમને કાયમી અપંગતાની ઘટનામાં આવકના નુકસાનની ભરપાઈ કરવામાં પણ સારી રીતે મદદ કરી શકે છે જેમાં તમને એકસામટી રકમ પ્રાપ્ત થશે જેનો ઉપયોગ આવકના રિપ્લેસમેન્ટ તરીકે કરી શકાય છે.

હવે તમામ મહિલાઓ તેમના સ્વાસ્થ્યને ધ્યાનમાં લે, તેમની સુખાકારીને પ્રાથમિકતા આપે અને નિયમિત સ્વાસ્થ્ય તપાસ કરે તે માટેનો આ યોગ્ય સમય છે. હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવો એ ફાઇનાન્શિયલ સુરક્ષામાં રોકાણ કરવા જેવું છે જે મહિલાઓને સુરક્ષિત કરે છે અને અનપેક્ષિત પડકારોના સમયે તેમના પરિવારોને સપોર્ટ કરે છે.

Back to top button
error: Content is protected !!