ARAVALLIGUJARATMODASA

શામળાજી – ૭૭મા પ્રજાસત્તાક દિન નિમિત્તે શામળાજી પોલીસની સરાહનીય કામગીરી – ધર્માજી રામજીભાઈ નું થયું સન્માન 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

શામળાજી – ૭૭મા પ્રજાસત્તાક દિન નિમિત્તે શામળાજી પોલીસની સરાહનીય કામગીરી – ધર્માજી રામજીભાઈ નું થયું સન્માન

દેશી બનાવટની બંદૂક, જીવતા કારતૂસ સહિત રૂ. ૧.૪૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો

અરવલ્લી જિલ્લામાં ૭૭મા પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી દરમ્યાન શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુસર પોલીસ દ્વારા કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન શામળાજી પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. ધર્માજી રામજીભાઈ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન મહત્વપૂર્ણ સફળતા મળી છે.વાહન ચેકિંગ દરમ્યાન ધર્માજી રામજીભાઈએ દેશી બનાવટની બંદૂક, જીવતા કારતૂસ તથા અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂ. ૧,૪૦,૪૦૦/- કિંમતનો મુદ્દામાલ ઝડપી લીધો હતો. સાથે જ ગુનાહિત ઇતિહાસ ધરાવતાં ઇસમોને ઝડપી લઈ સંભવિત ગુનાહિત ઘટનાને સમયસર અટકાવવામાં સફળતા મેળવી હતી.આ ઉત્કૃષ્ટ અને સતર્ક કામગીરી બદલ અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર તરફથી એ.એસ.આઈ. ધર્માજી રામજીભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમની કામગીરીથી જિલ્લા પોલીસની જવાબદારી, ચુસ્તતા અને જનસુરક્ષાપ્રત્યેની પ્રતિબદ્ધતા ફરી એકવાર સ્પષ્ટ બની છે.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવિષ્યમાં પણ આવી જ નિષ્ઠાપૂર્વક અને પ્રશંસનીય ફરજ બજાવતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!