
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
શામળાજી મહોત્સવ ૨૦૨૫-૨૬માં ” માનનીય મુખ્યમંત્રી ના વરદ હસ્તે નવીન ગ્રંથાલય ભવનનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું
તા. ૦૯ જાન્યુઆરી-૨૦૨૬ના રોજ સરકારી જિલ્લા પુસ્તકાલય, મોડાસા જિ.અરવલ્લી ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સાહેબની ઉપસ્થિતીમાં ” શામળાજી મહોત્સવ ૨૦૨૫-૨૬માં ” માનનીય મુખ્યમંત્રી ના વરદ હસ્તે નવીન ગ્રંથાલય ભવનનું ઇ-લોકાર્પણ કરવામાં આવેલ હતુ. આ લોકાર્પણ કાર્યક્રમમાં માન. પ્રભારીમંત્રી રમણભાઇ સોલંકી માન.મંત્રી પી.સી.બરંંડા, સાંસદ શોભનાબેન બારૈયા, માન.કલેકર પ્રશ્સ્તિ પારીક અને રાજકીય આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં ઇ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. મોડાસા ખાતે નવીન ભવનની મુલાકાતે વાંચનપ્રેમી જનતા તેમજ વાડીલાલ હીરાલાલ ગાંધી, બહેરા મુંગા સ્કુલ, મોડાસાની બાળાઓ દ્વારા વિશાળ ઐતિહાસિક પ્રેરક ઉપસ્થિતિ રહી પુસ્તક પ્રદર્શન તેમજ દરેક વિભાગોનું નિરીક્ષણ કરી ધન્યતા અનુભવેલ. સદરહું કાર્યક્રમ મા. નિયામક ગ્રંથાલય, ડૉ. પંકજભાઈ ગૌસ્વામી સાહેબના સતત માર્ગદર્શન અને સૂચન થકી તમામ સ્ટાફગણની અથાગ મહેનત થકી સુંદર કાર્યક્રમ યોજાયેલ.





