ARAVALLIGUJARATMODASA

શામળાજી – નવરચિત શામળાજી તાલુકામાં પ્રથમ વખત ઉત્તરાયણ ઉત્સવ યાત્રાધામ શામળાજી ખાતે રાજ્યમંત્રી પી.સી. બરંડા દ્વારા પતંગ ચગાવી ઉજવણી કરવામાં આવી 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

શામળાજી – નવરચિત શામળાજી તાલુકામાં પ્રથમ વખત ઉત્તરાયણ ઉત્સવ યાત્રાધામ શામળાજી ખાતે રાજ્યમંત્રી પી.સી. બરંડા દ્વારા પતંગ ચગાવી ઉજવણી કરવામાં આવી

શામળાજી : યાત્રાધામ શામળાજી ખાતે ઉત્તરાયણ પર્વની ભવ્ય અને આકર્ષક ઉજવણી કરવામાં આવી. રાજ્ય સરકારના મંત્રી શ્રી પી.સી. બરંડા દ્વારા મંદિર પરિસરમાં પતંગ ચગાવી પરંપરાગત રીતે ઉત્તરાયણ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ નવરચિત શામળાજી તાલુકામાં પ્રથમ વખત આયોજિત ઉત્તરાયણ ઉત્સવ તરીકે નોંધપાત્ર રહ્યો.ધાર્મિક અને સાંસ્કૃતિક માહોલ વચ્ચે આયોજિત આ કાર્યક્રમમાં ભિલોડા ભાજપ સંગઠનના આગેવાનો, કાર્યકરો, પોલીસ ઇન્સ્પેક્ટર (PI) સહિતના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો અને શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા. મંદિર પરિસર આનંદ, ઉત્સાહ અને ભક્તિભાવથી ગુંજતું બન્યું હતું.આ પ્રસંગે રાજ્યમંત્રી પી.સી. બરંડાએ રાજ્યની જનતાને ઉત્તરાયણ પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ઉત્તરાયણને પરંપરા, સંસ્કૃતિ અને એકતાનો તહેવાર ગણાવી તેના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.યાત્રાધામ શામળાજીમાં યોજાયેલી ઉત્તરાયણની આ અનોખી ઉજવણીથી સમગ્ર વિસ્તારમાં ઉત્સાહ અને આનંદનો માહોલ છવાઈ ગયો હતો અને સ્થાનિક લોકોમાં ખાસ ઉમંગ જોવા મળ્યો હતો. બીજી તરફ શામળાજી ગૌશાળા ખાતે મંત્રી તેમજ કાર્યકરો સહિત ટ્રસ્ટી ગણ અને શામળાજી પીઆઇ સહિત લોકોએ ગૌ માતાને ગોર ખવડાઈ ઉતરાયણ પર્વની ઉજવણી કરી હતી

Back to top button
error: Content is protected !!