
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
શામળાજી : યાત્રાધામ શામળાજી ખાતે શ્રાવણી પૂર્ણિમાએ ભક્તોની ભીડ, શામળિયા ને સોનાની રાખડી અર્પણ
યાત્રાધામ શામળાજી ખાતે શ્રાવણી પૂર્ણિમાએ ભક્તોની ભીડ .
રક્ષાબંધન ના પાવન અવસરે વહેલી સવાર થી મોટી સંખ્યામાં ભક્તો ઉમટયા
હજારો ભક્તો ભગવાન શામળિયાના દર્શન કરશે ….
રક્ષા બંધન નિમિત્તે ભક્તો દ્વારા લવાયેલી રાખડી ભગવાન ને અર્પણ કરાશે ….
રક્ષાબંધનના તહેવારની ઉજવણી આજે સમગ્ર દેશ સહિત સમગ્ર રાજ્યમાં કરવામાં આવી રહી છે.ત્યારે અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે પણ આ તહેવાર ભાવ અને શ્રદ્ધા પૂર્વક ઉજવાયો હતો.રક્ષા બંધન ના તહેવાર પ્રસંગે હજારો ભક્તો ભગવાન શામળાજી માટે રાખડી લઈને આવ્યા હતા અને ભગવાન શામળાજીને રાખડી અર્પણ કરી હતી જે રાખડી મંદિરના પૂજારી દ્વારા ભગવાન ના હાથે બાંધવામાં આવી હતી ત્યારે ભગવાન શામળાજી હજારો ભક્તોની રક્ષાના તાંતણે બંધાયા હતા.રક્ષા બંધન પર્વ પ્રસંગે ભગવાન શામળિયાને વિશેષ સોનાના આભૂષણો થી શણગાર કરાયો હતો.ત્યારે સવારની શણગાર આરતીના હજારો ભક્તોએ દર્શન કર્યા હતા. સામાન્ય રીતે આ તહેવારમાં બહેન પોતાના ભાઈને રાખડી બાંધી ભાઈના મંગલની કામના કરતી હોય છે ત્યારે બીજી બાજુ ભાઈ પણ બહેનની રક્ષા માટે બંધાય છે આ વાત સહજ છે પરંતુ એક ભક્ત ભગવાનને રાખડી બાંધી પોતાના મંગલની કામના કરે છે ત્યારે ભગવાન ને પણ ભક્તની વ્હારે આવવું પડે છે તેવુ આદિકાળથી ચાલતું આવ્યું છે અને જેના કારણે જ શામળાજી ખાતે આજે હજારો ભક્તો ઉમટયા હતા અને શામળાજી ખાતે આવી ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી




