અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
શામળાજી : યાત્રાધામ શામળાજીમાં ભગવાન શામળિયાને 4.25 કરોડનો સોનાનો મુઘટ અર્પણ કરાયો, 9 રત્નો સાથે 3 મહિનામાં 10 થી 12 કરાગીરો દ્વારા તૈયાર કરાયો હતો મુઘટ
અરવલ્લી જિલ્લામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળિયા આવેલ છે અરવલ્લી જિલ્લાની ગિરિમાળામાં આવેલ આ યાત્રા ખાતે દૂરદૂર થી ભકતો દર્શનમાટે આવતા હોય છે. ભવ્ય કોતરણીથી બંધાયેલ મંદિરેનો અનેરો મહિમા રહેલો છે. અહીં અનેક ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. અને મંદિરનું અનેરું મહત્વ છે
ખાસ આજે રામનવમી ના પાવન અવસર પ્રસંગે મંદિર ટ્રસ્ટ ધ્વારા શામળિયા ભગવાનને સોનાનો મુઘટ અર્પણ કરવામાં આવ્યો હતો જેમાં મળતી માહિતી અનુસાર 4.25 કરોડ કિંમતનો 3 કિલોગ્રામ સોનાનો મુઘટ અર્પણ કરવામાં આવ્યો આ મુઘટ મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોએ આપેલ સુવર્ણ દાનમાંથી બનાવામાં આવ્યો હતો સુવર્ણ મુઘટનું કામ શ્રી હરિ ક્રિએશન અમદાવાદના કારીગરોએ કર્યું હતું જેમાં 10 થી વધુ કારીગરો દ્વારા 3 માસ જેટલા સમયમાં મુઘટ તૈયાર કર્યો હતો શામળાજી મંદિરમાં શામળિયા ભગવાનને પ્રથમ વખત આટલો મોંઘો હીરા જડિત મુઘટ અર્પણ કરાયો છે ઉપરાંત મુઘટમાં 700 ગ્રામ હીરાજડિત રત્નોમાં નવરત્ન સ્ટોન,લેબગ્રોન રત્નનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે
@કઈ રીતે થયો સોનાનો મુઘટ તૈયાર વાંચો આ ખાસ @
મુઘટ તૈયાર કરવા માટે 3કિલો સોનુ અને 700 ગ્રામ ડાયમંડનો ઉપયોગ કરાવવામાં આવ્યો હતો જેમાં કુંડલ અને મોરપીંછ કલગી સાથે આ મુઘટ તૈયાર કરેલ મુઘટ તૈયાર કરવા માટે 45 લાખ જેટલી મજૂરી થાય છે જે સ્નેહલ સોની પરિવાર ધ્વારા મજૂરી લેવામાં આવી ન હતી અને મજૂરી પેટે દાન શામળિયા ને અર્પણ કર્યું હતું.જયપુર સહિત અનેક રાજ્યમાંથી સારા ડાયમંડ મંગાવવામાં આવ્યા હતા. બનાવેલ સુવર્ણ મુઘટમાં વચ્ચે વિષ્ણુ ભગવાનનું કમળ બનાવવામા આવ્યું છે મુઘટ 9 રત્નોથી તૈયાર કરાયો હતો જેમાં પોના,માણિક,હીરા,પોકરાજ સહિત રત્નો થી મુગટ તૈયાર કરવામાં આવ્યો હતો અને 10 થી 12 કારીગરો દ્વારા 3 મહિનામાં તૈયાર કરાયો હતો