ARAVALLIGUJARATMODASA

શામળાજી પોલીસે ઇંડા પેકીંગ કરવાની કાગળની ટ્રેનો સામાનની આડમાં લવાતો 32 લાખથી વધુ રૂપિયા સાથે 1 આરોપીને ઝડપી પાડ્યો 

અરવલ્લી

અહેવાલ : હિતેન્દ્ર પટેલ

શામળાજી પોલીસે ઇંડા પેકીંગ કરવાની કાગળની ટ્રેનો સામાનની આડમાં લવાતો 32 લાખથી વધુ રૂપિયા સાથે 1 આરોપીને ઝડપી પાડ્યો

શામળાજી પોલીસે ઇંડા પેકીંગ કરવાની કાગળની ટ્રેનો સામાનની આડમાં ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની પેટીઓ નંગ-૩૩૫ કુલ ક્વાટર નંગ-૧૬૦૮૦ જેની કિ.રૂ.૩૨,૧૬,૦૦૦/- નો પ્રોહી મુદ્દામાલ તથા હેરાફેરીમાં વપરાયેલ ટ્રક ગાડી તેમજ અન્ય મુદ્દામાલ મળી ફૂલ કિંમત રૂ.૪૪,૨૩,૧૪૦/- નો મુદ્દામાલ પકડવામાં સફળતા મેળવી..”

શામળાજી પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો સાથે અણસોલ પોલીસ ચેક પોસ્ટ ખાતે ગુજરાતમાં દારૂનો પ્રવેશ ન થાય તે સારૂ રાજસ્થાન તરફથી આવતા શકમંદ નાના તેમજ મોટા વાહનોનું ચેકીંગ કરતા હતા તે દરમ્યાન પોલીસ ઇન્સ્પેક્ટર  કે.ડી.ડીંડોર નાઓને બાતમીદાર રાહે હકીકત મળેલ કે, એક આયસર કંપનીની તાડપત્રી બાંધેલ ટ્રક ગાડી નંબર UP-44-BT-1328 નીમાં તેનો ચાલક ઈંડા મુકવાની કાગળની જુની પ્લેટો સામાનની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરી અણસોલ બોર્ડર થઇ ગુજરાતમાં પ્રવેશનાર છે જે બાતમી હકીકત આધારે ટ્રક ગાડીની વોચ તપાસમાં હતા તે દરમ્યાન સદરી આયસર ટ્રક ગાડી આવતા સદરી ટ્રક ગાડીના ચાલકને બેરીકેટીંગની આડાશ કરાવી રોકી રોડની સાઇડમાં ઉભી રખાવી સદર ટ્રક ગાડીમાં ચાલક બેસેલ હોય ટ્રક ગાડીમાંથી નીચે ઉતારી નામઠામ પુછતા પોતે પોતાનું નામ ભુપેન્દ્રસિંહ સ/ઓ પ્રકાશસિંહ વિરદાસિંહ ચૌહાણ (રાવત) ઉ.વ.૨૮ ધંધો.ડ્રાયવિંગ રહે. કોટકિરાણા (જસાખેડા) તા.રાયપુર જિ.પાલી રાજસ્થાનનો હોવાનું જણાવતા સદરી ટ્રક ગાડીના ચાલકને ટ્રકગાડીમાં શું ભરેલ છે તે બાબતે પુછતા ટ્રક ગાડીમાં ઇંડા મુકવાની કાગળની પ્લેટોનો સામાન ભરેલ છે અને રાજકોટ ખાતે લઇ જવાનો હોવાની હકીકત જણાવતો હોય પરંતું સદરી ટ્રક ગાડીમાં વિદેશી દારૂ ભરેલ હોવાની બાતમી હકીકત હોય ટ્રક ગાડી ઉપર તાડપત્રી રસ્સી વડે બાંધેલ હોય જે તાડપત્રી બાંધેલ રસ્સી ખોલી ટ્રક ગાડીમાં તપાસ કરતા અંદર ઇંડા મુકવાની કાગળની પ્લેટોનો સામાન ભરેલ હોય જે સામાન હટાવી તપાસ કરતા ખાખી કલરના બોક્ષો જણાયેલ જે બોક્ષ ખોલી તપાસ કરતા વિદેશી દારૂના ક્વાટર ભરેલ હોય જે ગણી જોતા ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની પેટીઓ નંગ-૩૩૫ કુલ ક્વાટર નંગ-૧૬૦૮૦ જેની કિ.રૂ.૩૨,૧૬,૦૦૦/- નો પ્રોહી મુદ્દામાલ તથા મોબાઇલ ફોન નંગ-૧ જેની કિ.રૂ.૫૦૦/- તથા આઇસર કંપનીની ટ્રક ગાડી નંબર UP-44-BT-1328 કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- તથા ટ્રક ગાડીમાંથી મળી આવેલ ઇંડા પેકીંગ કરવાની કાગળની ટ્રેનો સામાન જેની બિલ્ટી મુજબ કિં.રૂ.૨,૦૬,૬૪૦/- તથા કાગળની ટ્રેના પેકીંગની સામાનની બિલ્ટી કિં.રૂ.00/00 તથા ટ્રક ગાડી ઉપર લગાડેલ ફાસ્ટેગ નંગ ૨ જેની કિં.રૂ. ૦૦/૦૦ ની ગણી મળી કુલ કિ.રૂ.૪૪,૨૩,૧૪૦/-નો મુદામાલ કબ્જે કરી ટ્રક ગાડી ચાલક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે

Back to top button
error: Content is protected !!