ARAVALLIGUJARATMODASA

શામળાજી પોલીસે ગેરકાયદેસર કતલખાને લઈ જવાતી 16 ભેસો સાથે ટ્રક ઝડપી, રૂ. 11.70 લાખનો મુદ્દામાલ જપ્ત – 2 આરોપીઓ ઝડપાયા 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

શામળાજી પોલીસે ગેરકાયદેસર કતલખાને લઈ જવાતી 16 ભેસો સાથે ટ્રક ઝડપી, રૂ. 11.70 લાખનો મુદ્દામાલ જપ્ત – 2 આરોપીઓ ઝડપાયા

અરવલ્લી જિલ્લામાં પશુઓની ગેરકાયદેસર હેરાફેરી અને કતલખાને લઈ જવાની પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરતાં શામળાજી પોલીસે મોટી સફળતા મેળવી છે. કતલના ઇરાદે લઈ જવાતી 16 ભેસો સાથે આઇસર કંપનીની ટ્રક તથા બે મોબાઇલ ફોન મળી કુલ રૂ. 11,70,000/- નો મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ (નાયબ પોલીસ મહાનિરીક્ષક, ગાંધીનગર રેન્જ), મનોહરસિંહ એન.જાડેજા સાહેબ (પોલીસ અધિક્ષક, અરવલ્લી) તથા જે.ડી. વાધેલા સાહેબ (નાયબ પોલીસ અધિક્ષક, મોડાસા વિભાગ) દ્વારા અરવલ્લી જિલ્લામાં પશુ કતલના ઇરાદે થતી ગેરકાયદેસર હેરાફેરી સામે કડક કાર્યવાહી કરવા સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ અનુસંધાને શામળાજી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એસ. માલના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. પી.ડી. ગોહીલ તથા પોલીસ સ્ટાફ અણસોલ પોલીસ ચેકપોસ્ટ ખાતે શંકાસ્પદ વાહનોની ચેકિંગ કરી રહ્યા હતા.એ દરમ્યાન સરકારી 112 મોબાઇલ વાન ઇન્ચાર્જ દ્વારા માહિતી મળી કે શામળાજી તરફથી એક આઇસર કંપનીનો ટ્રક (નં. GJ-17-XX-2620) પશુઓ ભરીને અણસોલ ચેકપોસ્ટ તરફ આવી રહ્યો છે.માહિતીના આધારે ટ્રકને અટકાવી તપાસ કરતા ટ્રક ચાલક અને તેના સાથેના એક ઇસમને નીચે ઉતારવામાં આવ્યા. ટ્રકના પાછળના ભાગે બાંધેલી ત્રાડપતરી ખોલતાં અંદર 16 ભેસો અત્યંત દયનીય હાલતમાં દોરડાથી બાંધીને ભરેલી મળી આવી. જે ભેસો કતલના ઇરાદે લઈ જવામાં આવી રહી હતી.તપાસમાં નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો:

📦 જપ્ત મુદ્દામાલ

ભેસો નંગ – 16 (કિંમત રૂ. 1,60,000/-)આઇસર કંપનીની ટ્રક નં. GJ-17-XX-2620 (કિંમત રૂ. 10,00,000/-)મોબાઇલ ફોન નંગ – 02 (કિંમત રૂ. 10,000/-) કુલ મુદ્દામાલ કિંમત – રૂ. 11,70,000/-

👥 પકડાયેલ આરોપીઓ

સુકાભાઇ મોહનભાઇ નાયક (ઉંમર 39) રહેવાસી – જુની ઝોઝ, તા. ગોગંબા, જી. પંચમહાલ ઇરફાન સ/ઓફ સફી જાતે જમાલરહેવાસી – ચકલાબજાર, વેજલપુર, તા. કાલોલ, જી. પંચમહાલ

બન્ને આરોપીઓ વિરુદ્ધ પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને પશુઓને સુરક્ષિત સ્થળે ખસેડી તેમની જિંદગી બચાવવામાં આવી છે.અરવલ્લી જિલ્લામાં પશુ કતલ અને ગેરકાયદેસર હેરાફેરી સામે શામળાજી પોલીસની આ કાર્યવાહીથી પશુપ્રેમીઓમાં સંતોષ અને પ્રશંસા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!