ARAVALLIGUJARATMODASA

શામળાજી – વર્ષોથી ફાઇલોમાં જ અટવાયેલો મહાપ્રોજેક્ટ – દેવનીમોરી પાસે 8 વર્ષથી રૂ.2200 કરોડનો બૌદ્ધ સ્તૂપ પ્રોજેક્ટ ઠપ, નેતાગીરી મૌન.!!!

108 મીટર ઊંચો ભવ્ય સ્તૂપ ઉભો કરવાની જાહેરાત વર્ષ 2017 માં કરવામાં આવી હજુ સુધી કોઈજ કામ શરૂ નથી થયું

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

શામળાજી – વર્ષોથી ફાઇલોમાં જ અટવાયેલો મહાપ્રોજેક્ટ – દેવનીમોરી પાસે 8 વર્ષથી રૂ.2200 કરોડનો બૌદ્ધ સ્તૂપ પ્રોજેક્ટ ઠપ, નેતાગીરી મૌન.!!!

હાલ અરવલ્લી જિલ્લામાં શામળાજી ખાતે શામળાજી મહોત્સવ ની ઉજવણી થઈ રહી છે શામળાજી તાલુકો પણ જાહેર થઈ ગયો પરંતુ 8 વર્ષ વીતવા આવ્યા છતાં દેવનીમોરી ગામે મળી આવેલા બૌધ ના અવશેષો ને લઇ ડ્રીમ પ્રોજેક્ટ ની જાહેરાત કરાયા પછી પણ હાલ પ્રોજેક્ટ ની લઈ કોઈજ કામગીરી શરૂ ન થઈ હોવાની માહિતી સામે આવતા તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા છે

અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક આવેલ દેવનીમોરી ખાતે વિશ્વસ્તરીય બૌદ્ધ સ્મારક બનાવવાની જાહેરાતને આજે આઠ વર્ષ વીતી ગયા છતાં રૂ.2200 કરોડનો મહાપ્રોજેક્ટ હજુ સુધી જમીન પર ઉતર્યો નથી. 108 મીટર ઊંચો ભવ્ય સ્તૂપ ઉભો કરવાની જાહેરાત વર્ષ 2017 માં કરવામાં આવી હતી અને ડિસેમ્બર-2017 માં સ્મારકની ડિઝાઈન પણ જાહેર કરાઈ હતી, પરંતુ ત્યારબાદ આજદિન સુધી કોઈ ઠોસ કામગીરી શરૂ થઈ નથી.છેલ્લા બે દિવસથી શામળાજી મહોત્સવનું ભવ્ય આયોજન ચાલી રહ્યું છે. આ દરમિયાન અરવલ્લી જિલ્લાના વિકાસ માટે વિવિધ વિભાગોના રૂ.197.85 કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યા છે. ત્યારે બીજી તરફ, શામળાજી પાસે દેવનીમોરીમાં પ્રસ્તાવિત બૌદ્ધ સ્મારક પ્રોજેક્ટ વર્ષોથી અટવાયેલો હોવા છતાં જિલ્લાની રાજકીય નેતાગીરી આ મુદ્દે ચૂપચાપ બેઠી છે.દેવનીમોરીનું ઐતિહાસિક મહત્વ વિશેષ છે. માનવામાં આવે છે કે પ્રાચીન સમયમાં ભગવાન બુદ્ધે અહીં વિહાર કર્યો હતો. આ સ્થળનો વૈશ્વિક સ્તરે વિકાસ કરવામાં આવે તો અરવલ્લી જિલ્લાને આંતરરાષ્ટ્રીય પ્રવાસન નકશા પર આગવું સ્થાન મળી શકે તેમ છે. આ હેતુસર રાજ્ય સરકાર દ્વારા ભવ્ય બુદ્ધ સ્મારક બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ વર્ષો સુધી સરકારને જરૂરી પ્લાન મોકલાયો જ નથી તેવી ચર્ચા પણ સામે આવી રહી છે.સ્થાનિક લોકો અને પ્રવાસન ક્ષેત્ર સાથે જોડાયેલા વર્ગોમાં ભારે નિરાશા છે કે 2017 માં સ્મારકની ડિઝાઈન જાહેર થયા બાદ આ પ્રોજેક્ટ જાણે ભૂલાઈ ગયો હોય તેમ સ્થિતિ છે. બીજી તરફ, ખુદ શામળાજી તાલુકામાં આવેલા શામળાજી વિષ્ણુ મંદિરના વિકાસની ગાથા પણ હજુ અધૂરી રહી છે. આઠ વર્ષથી રૂ.2200 કરોડનો મહાપ્રોજેક્ટ ફાઇલોમાં અટવાયેલો રહેતા હવે સવાલ ઊભો થયો છે કે દેવનીમોરીનો વિકાસ ક્યારે થશે..? અને જિલ્લાની નેતાગીરી આ મુદ્દે ક્યારે અવાજ ઉઠાવશે…? જેવા અનેક સવાલો ઊભા થયા છે

Back to top button
error: Content is protected !!