હાલોલ નગર ખાતે ગણેશ વિસર્જન અને ઈદ-એ-મિલાદ પર્વને લઈને ટાઉન પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ.

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૧૦.૯.૨૦૨૪
હાલ સમગ્ર દેશ ભરમાં ગણેશ ચતુર્થી તેમજ મુસ્લીમ સમુદાયનો પવિત્ર તેહવાર ઇદે મિલાદની ઉજવણી થઇ રહી છે અને દસ દિવસ નું આતિથ્ય માણ્યા બાદ આગામી 17 સપ્ટેમ્બર મંગળવારના રોજ હાલોલ નગર ખાતે ગણેશ વિસર્જન હોય તેમજ આગામી 16 સપ્ટેમ્બર સોમવારના રોજ મુસ્લિમ સમુદાયના પવિત્ર તહેવાર ઈદ-એ-મિલાદ પર્વની ઉજવણી ને લઇ તકેદારીના ભાગરૂપે હાલોલ ટાઉન પોલીસ મથકે આજે મંગળવારના રોજ શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી જેમાં આ બંને તહેવારોની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં કોમી એખલાસના વાતાવરણમાં ઉજવાઈ અને નગર ખાતે કાયદો વ્યવસ્થા અને સુરક્ષા સલામતી જળવાઈ રહે તે અંતર્ગત હાલોલ ટાઉન પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી.જેમાં હાલોલ ટાઉન પીઆઇ કે.એ.ચૌધરી દ્વારા ઉપસ્થિત તમામ હિન્દુ મુસ્લીમ અગ્રણીઓને વિવિધ સલાહ સૂચનો આપ્યા હતા જ્યારે બેઠકમાં ગણેશ ઉત્સવ સમિતિના આયોજકો તેમજ હિન્દુ મુસ્લીમ અગ્રણીઓ હાજર રહ્યા હતા.













