બ્રહ્માકુમારીઝ દાહોદ દ્વારા દાહોદ તાલુકા કચેરી નજીકથી શાંતિયાત્રાનું આયોજન શાંતિયાત્રા વિવિધ વિસ્તારોમા ફરી શાંતિયાત્રાનું સી.ટી.ગ્રાઉન્ડ ખાતે સમાપન કરાયું
AJAY SANSINovember 24, 2025Last Updated: November 24, 2025
4 1 minute read
તા.૨૪.૧૧.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:બ્રહ્માકુમારીઝ દાહોદ દ્વારા દાહોદ તાલુકા કચેરી નજીકથી શાંતિયાત્રાનું આયોજન શાંતિયાત્રા વિવિધ વિસ્તારોમા ફરી શાંતિયાત્રાનું સી.ટી.ગ્રાઉન્ડ ખાતે સમાપન કરાયું
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધાaલય ગુજરાત ઝોન તેની ઈશ્વરીય સેવાના ૬૦ વર્ષની પૂર્ણતા પર વર્ષ ૨૦૨૫ ને ડાયમંડ જયુબિલી વર્ષ તરીકે ઉજવી રહેલ છે.જે અંતર્ગત “ભિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ” પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના ૫૦૦ થી વધુ સેવાકેન્દ્રો દ્વારા શાંતિમય સંસારના નિર્માણના લક્ષ સાથે આજરોજ તારીખ.૨૩નવેમ્બર, ૨૦૨૫ રવિવારે સવારે ૭ થી ૮ કલ્લાકએ શાંતિયાત્રાનું વિશેષ આયોજન કરાયું છે.શાંતિ આત્માનો સ્વધર્મ છે.શાંતિ આપણી શ્રેષ્ઠ સંસ્કૃતિ છે. શાંતિ આત્માનો મૂળ ગુણ છે.તે શુભસંદેશ સાથે આ શાંતિયાત્રામાં બ્રહ્માકુમારીઝના શ્વેત વસ્ત્રધારી સેંકડો રાજયોગી ભાઈ-બહેનો એક જ દિવસે, એક જ સમયે, એક સાથે મૌનના મંત્ર સાથે શાંતિદૂત બની શાંતિના પ્રકંપનો ફેલાવશે.આ શાંતિયાત્રા સર્વ માનવબંધુ માટે શાંતિનું પ્રેરક સ્ત્રોત બની રહે, દરેકને શાંતિનું આકર્ષણ થાય, વ્યક્તિ સ્વયં શાંતચિત બની, શાંતમૂર્ત રહીને પોતાનું અને પરિવારનું જીવન શાંતિમય બનાવવા માટે પ્રયત્ન કરે, સાથે વિશ્વમાં શાંતિ ફેલાવવા નિમિત બને તેમજ વર્તમાન સમયે શરીર અને મનની તંદુરસ્તી માટે પણ ચાલવું જરૂરી છે. તેવો આ શાંતિયાત્રાનો મુખ્ય ઉદેશ્ય છે.એવા ભાવ સાથે આજરોજ બ્રહ્મા કુમારી દાહોદ દ્વારા દાહોદના તાલુકા નજીકથી બ્રહ્મા કુમારી દાહોદ દ્વારા શાંતિયાત્રાનું આયોજન કરાયું.આં શાંતિયાત્રામાં દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી.મહામંડલેસ્વર જગદીશદાસ જી મહારાજ પણ ઉપસ્થિત રહ્યા હતા
Sorry, there was a YouTube error.
AJAY SANSINovember 24, 2025Last Updated: November 24, 2025