નવસારી: સર જે જે પ્રાયમરી શાળામાં જુનિયર કેજીના બાળકો માટે શેપ ડે ની ઉજવણી કરાઇ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

જે અંતર્ગત જે તે આકારની જાણકારી માટે પૂઠા તથા રંગીન કાગળની મદદથી આકારો તૈયાર કરવામાં આવ્યા હતાં. જેમાં કે ગોળ, ચોરસ, ત્રિકોણ, લંબચોરસ તો ખરા જ સાથે શંકુ, નળાકાર, સ્ટાર, સમઘન, લંબઘન જેવા આકારોની વિવિધતા પણ જોવા મળી હતી. ચોરસમાં હાથરૂમાલ, લંબચોરસમાં રાષ્ટ્રધ્વજ, ગોળમાં બંગડી જેવા મુખ્ય આકારો બાળકો સહેલાઇથી ઓળખી લીધા હતા. સાથે સાથે બાળકો માટે બીજી વિવિધ રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બાળકો વિવિધ આકારોની જાણકારી મેળવી શકે તથા તેને ઓળખી શકે તેવા શુભ હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમની તૈયારી જુનિયર કેજીના શિક્ષિકા દિક્ષિતા ઢીંમર તથા અમિષા દેસાઇએ કરી હતી.શાળાના આચાર્યા શ્રીમતી કડોદવાલાએ શિક્ષકોની કામગીરી બિરદાવી તેમને પ્રોત્સાહિત કર્યા હતાં. બાળકો પણ વિવિધ આકારોથી સજજ બનીને આવ્યા હતાં. રમતમાં વિજેતા બનેલા બાળકોને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કર્યા હતાં.


