BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ગુજરાત ગેસની લાઇનમાં આગ લાગતાં દોડધામ, ઝાડેશ્વર ચોકડીથી તવરા જવાના રોડ પર સહજાનંદ ફ્લેટ પાસે સવારના સમયે બનેલી ઘટના

સમીર પટેલ, ભરૂચ

ભરૂચની ઝાડેશ્વર ચોકડીથી તવરા ગામ તરફ જવાના રોડ પર નવી નવી સોસાયટીઓનું નિર્માણ થઇ રહ્યું છે. સાથે સાથે ત્યાં સુવિધાઓનો પણ વધારો કરવામાં આવી રહ્યો છે. ત્યારે રોડ પર આવેલાં સહજાનંદ ફ્લેટમાં ગેસ પુરવઠો પુરો પાડતી ગુજરાત ગેસની લાઇનને બહાર મેઇન રોડની બાજુમાંથી જોડાણ આપવામાં આવ્યું છે. ત્યારે શનિવારે સવારના સમયે કોઇ કારણસર ગેસ લાઇનમાં લિકેજ શરૂ થઇ ગયાં બાદ ત્યાં આગ ભભૂકી ઉઠી હતી.જમીનમાંથી આગની જ્વાળાઓ ઉઠતાં જોઇને આસપાસના લોકોમાં દોડધામ મચી ગઇ હતી.
સ્થાનિકોએ પાણીનો મારો શરૂકરી ભરૂચ પાલિકાના લાશ્કરો તેમજ ગુજરાત ગેસની ટીમને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં ભરૂચ નગરપાલિકાના લાશ્કરો તુરંત સ્થળ પર દોડી ગયાં હતાં. તેમણે પાણીનો મારો ચલાવ્યો હતો. અરસામાં બીજી તરફ ગુજરાત ગેસ કંપનીના કર્મચારીઓ પણ આવી પહોંચ્યાં હતાં. તેઓએ ગેસ પુરવઠો થોડા સમય માટે બંધ કરી ગેસલાઇનમાં થયેલું લિકેજ બંધ કરતાં ગેસપુરવઠો પુન: કાર્યન્વિત થયો હતો.

Back to top button
error: Content is protected !!