
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસા સાંઈ મંદિર બગીચા નજીક શી ટીમે 3 રોડ રોમિયોને દબોચ્યા – સાંઈ મંદિર પાસે નગરપાલિકાના બગીચા પાસે ત્રણ રોડ રોમિયોને રોમિયોગીરી કરવી ભારે પડી
રોડ રોમિયોના નામ વાંચી તમે ચોંકી જશો ….શહેરમાં લુખ્ખાતત્વો અને આવારાગર્દી કરનાર અસામાજિક તત્ત્વોમાં વધારો જોવા મળી રહ્યો છે સાથે બાપના પૈસે હાઈસ્પીડ બાઈક દોડાવી ફિલ્મી સ્ટાઈલમાં રોફ જમાવતા લબરમૂછિયા યુવકો .અરવલ્લી જિલ્લાસહીત મોડાસા શહેરમાં હવે રોમિયોગીરી કરનારોએ ચેતવું પડશે. શહેરના માર્ગો પર મહિલાઓની સુરક્ષા માટે મહિલા પોલીસની શી ટીમ સતત પેટ્રોલિંગ કરી રહી છે. મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલ સાંઈ મંદિર નજીક નગરપાલિકાના બગીચા પાસે ત્રણ રોડ રોમિયોને રોમિયોગીરી કરવી ભારે પડી છે.શાળા છૂટવાના સમય દરમિયાન તેમજ કોલેજ રોડ પર કેટલાક યુવકો હાઈસ્પીડ બાઈક લઈને સ્ટન્ટ કરતા, હોર્ન વગાડી બેફામ રીતે વાહન ચલાવી આતંક મચાવી રહ્યા હતા. આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા મોડાસા મહિલા પોલીસની શી ટીમ શહેરના ભીડભાડવાળા વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરી રહી છે
આ દરમિયાન સાંઈ મંદિર નજીકના બગીચામાં નિર્લજ વર્તન કરી યુવતીઓની છેડતી કરતા ત્રણ યુવકોને શી ટીમે ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા રોડ રોમિયોના નામ નીચે મુજબ છે –
1 દેવર્ષસિંહ સંજુસિંહ રાજપૂત (રહે. 16-બી, ગીતાંજલિ સોસાયટી)
2 મિત લાલાભાઈ બામણીયા (રહે. બી-26, પંચજ્યોત સોસાયટી)
3 વિશાલ મગનભાઈ રાઠોડ (રહે. ગુરુકુળ સોસાયટી)
ત્રણે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.શી ટીમે અસામાજિક તત્વો સામે લાલ આંખ કરતા શહેરના રોડ રોમિયોમાં ફફડાટ ફેલાયો છે. શી ટીમની આ કાર્યવાહીનું શહેરજનો દ્વારા ખુલ્લેઆમ સ્વાગત કરવામાં આવ્યું છે. જોકે, અનેક યુવતીઓ અને મહિલાઓ રોડ રોમિયોની હરકતોથી તંગ આવી ગઈ હોવા છતાં સમાજમાં આબરૂના ડરે પોલીસ ફરિયાદ કરવાનું ટાળે છે, જેના કારણે લુખ્ખાતત્વોની હિંમત વધતી જાય છે.ઉલ્લેખનીય છે કે, શહેરમાં ભીડભાડ વધતા અસામાજિક તત્વોની પ્રવૃત્તિઓ પણ વધતી જઈ રહી છે. ચેઈન સ્નેચિંગથી લઈને છેડતી સુધીના બનાવોમાં વધારો થયો છે. ખાસ કરીને ધમધમતા રોડ, સોસાયટીઓના સૂનકાર રસ્તાઓ તેમજ શાળા-કોલેજ અને શૈક્ષણિક સંસ્થાઓના ગેટ પાસે આવા તત્વોના અડ્ડાઓ વધતા જઈ રહ્યા છે. આ સ્થિતિમાં મહિલાઓ અને સગીર કન્યાઓની સુરક્ષા અંગે ગંભીર સામાજિક ચિંતા ઉભી થઈ છે.





