GUJARATPANCHMAHALSHEHERA

શહેરા નગરપાલિકા દ્વારા શહેરાના 1થી 6 વોર્ડની સફાઈ સહિતની કામગીરી હાથ ધરી

શહેરા

નિલેશ દરજી શહેરા

 સરકારશ્રી ધ્વારા નિર્મળ ગુજરાત ૨.૦ અંતર્ગત તમામ શહેરો અને નગરો સ્વચ્છ થાય તથા સંપૂર્ણ ગટર વ્યવસ્થા બને, નાગરિકોનું આરોગ્ય અને જીવન સારું આબે તથા ઘન અને પ્રવાહી કચરાનો નિકાલ તેમજ નગરમાં સ્વચ્છતાની કામગીરી સુદ્ધઢ તેમજ શ્રેષ્ઠ બની શકે તેમાટે નગરપાલિકા વિસ્તારના ૧ થી ૬ વોર્ડમાં તમામ પ્રકારની સફાઈની કામગીરી જેમાં રોડ સફાઈ, બ્રશિંગ, ગટર સફાઈ, ડોર ટુ ડોર કલેક્શન તથા સેગ્રીગેશન વિગેરે કામગિરિ સચોટ અને સારી રીતે થઈ શકે તે માટે નીચે મુજબના કર્મચારીઓને વોર્ડ વાઇઝ સુપરવિઝનની કામગીરી સોપવામાં આવે છે. આ કામગીરી નો દૈનિક રિપોર્ટ ચીફ ઓફિસર તથા આરોગ્ય શાખાને કરવાનો રહેશે.

વડોદરા મ્યુન્સીપલ કમિશનર દ્વારા વડોદરા ઝોનમાં સમાવિષ્ટ પાલિકાઓમાં નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત તમામ શહેરો અને નગરો સ્વચ્છ થાય અને સંપૂર્ણ ગટર વ્યવસ્થા બને,નાગરિકોની સુખાકારી માટે આરોગ્ય અને જીવન સારું બને તથા ઘન અને પ્રવાહી કચરાના નિકાલ તેમજ નગરમાં સ્વચ્છતાની કામગીરી સુદ્રઢ શ્રેષ્ઠ બની રહે તે માટે નગરપાલિકા વિસ્તારના 1 થી 6 વૉર્ડમાં તમામ પ્રકારની કામગીરી જેમાં રોડ સફાઈ,બ્રશીંગ ગટર સફાઈ, ડોર ટુ ડોર કલેકશન અને સેગ્રીગેશન વિગેરે કામગીરી સચોટ અને સારી રીતે થઈ શકે તે માટે પાલિકાના વિવિધ શાખાના કુલ 6 કર્મચારીઓને નિરીક્ષણની કામગીરી સોંપવાનો પરિપત્ર કરવામાં આવ્યો છે,જેમાં પંચમહાલ જિલ્લાની શહેરા નગરપાલિકાના વોર્ડ નંબર 1માં સેનેટરી ઈન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ રાઠોડ,વોર્ડ નંબર 2માં ઈજનેર જીગ્નેશ શાહ અને કિંજલ ચૌધરી,વોર્ડ નંબર 3માં કારકુન જીતેન્દ્રકુમાર જોશી,વોર્ડ 4માં પ્રતીક ભરવાડ, વોર્ડ 5માં હેડ ક્લાર્ક એમ.પી.સોલંકી અને વોર્ડ 6માં એકાઉન્ટન્ટ રાજેશ બારીઆને હુકમ કરવામાં આવ્યો છે,જેમાં તેઓએ સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી કામગીરી કરી તેનો રિપોર્ટ મુખ્ય અધિકારી નગરપાલિકા શહેરા અને આરોગ્ય શાખાને કરવા સૂચના અપાઈ છે.જે અંતર્ગત રવિવારના રોજ શહેરા નગરપાલિકાના સેનેટરી ઈન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ રાઠોડેવોર્ડ નંબર 1 માં ચેકીંગમાં નીકળ્યા હતા જ્યાં જાહેર માર્ગ પર પાણી રેડી પાણીનો બગાડ કરતા જણાઈ આવતા માર્ગ પર પાણી રેડી બગાડ કરનાર રહીશને રૂ.1 હજારનો દંડ ફટકારી નોટિસ આપવામાં આવી હતી અને પાણીનો બગાડ નહીં કરવા જણાવાયું હતું.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!