BANASKANTHAGUJARATPALANPUR

સફળ ઓપરેશન બાદ ૭૦૦ ગ્રામની ગાંઠ દૂર કરવામાં આવતા પરિવારમાં ખુશી

જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુરના તબીબો દ્વારા ત્રણ વર્ષની બાળકીને જન્મજાત ગળામા રહેલી લસિકાગ્રંથિ ગાંઠ દૂર કરી પીડામાંથી મુક્તિ અપાવી

28 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુર

બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના સરોત્રા ગામની ત્રણ વર્ષની બાળાને જન્મ જાત ગરદન જોડે ગળાના ભાગે મોટી ગાંઠ હોવાથી ગાંઠના લીધે અસહ્ય દુખાવો થતો જેના લીધે. ભયભીત બનેલા પરિવારે પાલનપુર સહિતની ખાનગી હોસ્પિટલોમાં બાળકીને સારવાર કરાવવામાં આવી હતી પરંતુ સચોટ સારવારના મળતા બાળકીને પીડા માંથી મુક્તિના મળી.બાળકીના પિતાના જણાવ્યા અનુસાર ખાનગી હોસ્પિટલ ખાતે ગાંઠ માટેની સારવાર કરાવી ગળામાં રહેલી ગાંઠ માંથી પ્રવાહી દૂર કરવામાં આવ્યું હતું. પરંતુ ગાંઠની સપૂર્ણ સફળ સર્જરી કરવામાં ના આવતા ગરદનના ભાગે રહેલી ગાંઠ એકાદ મહિના પછી ગાંઠ થતાં નાસીપાસ થયેલા પરિવારે પાલનપુર ખાતે આવેલી શ્રી ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે ગત ૯ ઓક્ટોમ્બરના બાળકીને ઈએનટી વિભાગ ખાતે લવાઈ હતી. સિવિલ હોસ્પિટલ ખાતે બાળકીની પ્રાથમિક તપાસ કરવામાં આવતા ત્રણ વર્ષની બાળાને ગરદનના ભાગે જન્મ જાત ગાંઠ હોવાનું સામે આવ્યું હતું. જેમાં જેમ બાળકીની ઉમરમાં વધારો નોંધતા ગાંઠ પણ વધતી જતી. સિવિલ હોસ્પિટલના તબીબ દવારા દર્દીના અગાઉના રિપોર્ટ ચેક કર્યાબાદ હોસ્પિટલ ખાતે નવીન સિટીસ્કેન કરી આગળની સારવાર ચાલુ કરવામાં આવી હતી. ગળામા રહેલી ગાંઠ લસિકગ્રંથિની ગાંઠ હોવાનું માલૂમ પડતાં ઓપરેશન કરવાની ફરજ પડી હતી.સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. સુનિલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ ઈ. એન. ટી. વિભાગના ડો. હિમાની ચૌધરી ડો.સાધના યાદવ ડો.કૌશલ પ્રજાપતિ ડો. કવિશા શાહ તેમજ એનેસ્થેસિયા ડૉક્ટર ટીમ દ્વારા ત્રણ વર્ષની બાળકીનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. જોકે બાળકીના શરીરમાં લોહીનું પ્રમાણ ઓછું હોવાથી બ્લડની જરૂરિયાત પડતાં તાત્કાલિન બે બોટલ લોહી ચડાવામાં આવ્યું હતું. જે બાદ જન્મજાત રહેલી ગળાના ગાંઠનું બે દિવસના અંતે ગાંઠમાં રહેલું પ્રવાહી દૂર કરી ૧૫×૧૨ સેન્ટીમીટરની ગાંઠને જડમૂળ માંથી ગાંઠને દૂર કરવામાં આવી હતી.ગાંઠના લીધે કોઈ પણ પ્રકારની બગાડ અંદરના રહી જાય તે માટે ગળામાં નળી નાખી બગાડને દૂર કરવામાં સફળતા મળી હતી. ડોક્ટરના જણાવ્યા અનુસાર બાળકીને સમયસર સારવાર ના મળી હોત તો ઉંમર વધતાની સાથે ગાંઠ પણ મોટું સ્વરૂપ લઈ શકે તેમ હતી જેના લીધે શ્ર્વાસ તેમજ અન્નનળીમાં લાંબા ગાળે દબાણના લીધે બંધ થઈ શકે તેમ હતી. ત્રણ વર્ષની બાળાને જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે ૧૦ દિવસની લાંબી સારવારના અંતે રજા આપવામાં આવતા પરિવારમાં ખુશી જોવા મળી હતી. ખાનગી હોસ્પિટલમાં લાખોના ખર્ચે થતી સારવાર ની:શુલ્ક કરવામાં આવી હતી. બનાસના સાડા પાંચ લાખ પશુપાલકોના આર્થિક યોગદાન થકી નિર્માણ પામેલી પૂરા ભારતભરની એકમાત્ર જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે મેડીસીન, સર્જીકલ ,ઈ.એન.ટી સ્કીન,ડેન્ટલ તેમજ ઓર્થોપેડિક સહિતના વિભાગોમાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ તેમજ જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુર અને મેડીકલ કોલેજના ચેરમેન શ્રી પી.જે.ચૌધરીની દેખરેખ હેઠળ તમામ વિભાગોમાં ઉચ્ચકોટીની સારવાર સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે આપવામાં આવી રહી છે. તેઓ દિપક રાવલે જણાવ્યું હતું

Back to top button
error: Content is protected !!