વિજાપુર રાઠોડ વાસ પાસે રહેતી શેર અલી દરગાહ ના ખાદીમ ની આઠ અને દશ વર્ષની દીકરીઓ ત્રીસ રોજા પુરા કર્યા એતે કાફ મા બેસી ખુદાની બંદગી કરી
વિજાપુર રાઠોડ વાસ પાસે રહેતી શેર અલી દરગાહ ના ખાદીમ ની આઠ અને દશ વર્ષની દીકરીઓ ત્રીસ રોજા પુરા કર્યા એતે કાફ મા બેસી ખુદાની બંદગી કરી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર રાઠોડ વાસ પાસે આવેલ હનફી મસ્જીદ નજીક રહેતા શેર અલી દરગાહ ના ખાદીમ શેખ વસીમ બાપુ ની બે દીકરીઓ એક દશ વર્ષ ની બીજી આઠ વર્ષ ની માહેનુર બાનું અને કાયનાત બાનું એ પુરા રમજાન માસ ના ત્રીસ રોજા રાખી છેલ્લા દશ રોજા એતેકાફ મા બેસીને રોજા નમાજ પઢીને ખુદા ની બંદગી કરી હતી. દેશની રાજ્ય ની એકતા અખડિંતા માટે દુવાએ ખાસ કરી હતી નાની બાળાઓએ ઉનાળા ની શરૂની ગરમી મા રાત દિવસ ખુદા ની બંદગી મા મશગુલ રહી સમાજના લોકોને એક નવી રાહ આપી સબ્ર નો ઉદાહરણ પૂરું પાડ્યું હતુ. એતેકાફ મા બેસી ઇબાદત પૂર્ણ કરતા સમાજના લોકોએ બાળકોનું ફૂલ હાર થી સન્માન કર્યું હતુ. હાલ માં નાના બાળકો નો રમજાન મા રોજા નમાજ અને ઇબાદત કરવા નો ઉત્સાહ થી યુવકો એ સબક લેવુ જોઈએ ઘણા નાના બાળકો એ આ વખતે ત્રીસ રોજા પુરા કર્યા હોવાથી તેમના વાલી જનો મા પણ રોજા નમાજ ને લઇને સમગ્ર રમજાન માસ મા ઉત્સાહ જણાતો હતો.