શેરપુરા-કાંસા પ્રાથમિક શાળા મા સ્વયંશિક્ષક દિન ઉજવણી કરાઈ
પાટણ તાલુકાના શેરપુરા-કાંસા પ્રાથમિક શાળામાં આચાર્ય નરેશકુમાર પી. પ્રજાપતિની પ્રેરણા થી

શેરપુરા-કાંસા પ્રાથમિક શાળા મા સ્વયંશિક્ષક દિન ઉજવણી કરાઈ
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના પરિપત્ર અનુસાર ૪ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ પાટણ તાલુકાના શેરપુરા-કાંસા પ્રાથમિક શાળામાં આચાર્ય નરેશકુમાર પી. પ્રજાપતિની પ્રેરણા થી શિક્ષક પ્રિતેશકુમાર પટેલ,વંદનાબેન ચૌહાણ,જનકભાઈ સોલંકી, જીગ્નેશભાઈ પટેલ ના માર્ગદર્શન નીચે સ્વયં શિક્ષક દિનની ઉજવણી ઉત્સાહ પૂર્વક કરવામાં આવી હતી.કુલ ૨૪ વિદ્યાર્થીઓ એ સક્રિય રીતે ભાગ લીધો હતો. જેમાંથી ૧૮ વિદ્યાર્થીઓએ શિક્ષક તરીકે તેમજ આચાર્ય તરીકે ઠાકોર કિંજલબેન બળવંતજી,ઉપાચાર્ય તરીકે ઠાકોર કિરણ અભેસંગે સફળતા પૂર્વક પોતાની ભૂમિકા નિભાવી હતી.૪ વિદ્યાર્થીઓએ સેવક તરીકે સહકાર આપી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. શિક્ષણ-પ્રક્રિયામાં “સ્માર્ટ ક્લાસ” મારફત શિક્ષણ કાર્ય કરીને વિદ્યાર્થીઓને આકર્ષક રીતે પાઠ્યક્રમ સમજાવવામાં આવ્યો હતો.સાંજે ૪ ક્લાકે વિદ્યાર્થીઓ માટે રમતગમત તથા મનોરંજન કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેનાથી બાળકોમાં આનંદનો માહોલ સર્જાયો હતો.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530







