GUJARAT
હઝરત મોહમંદ પયંગબર સાહેબ વિરુદ્ધ ટીપ્પણી કરવાના મામલે શિનોર મુસ્લિમ સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું
ફૈઝ ખત્રી...શિનોર વડોદરા જિલ્લાના શિનોર મુસ્લિમ સમાજ દ્વારા આજરોજ શિનોર તાલુકા સેવાસદન કચેરી ખાતે પોંહચી ઉત્તર પ્રદેશના યતિ નરસિંહાનંદ સરસ્વતી વિરુદ્ધ શિનોર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં ઉત્તર પ્રદેશના યતિ નરસિંહાનંદ સરસ્વતી દ્વારા અવાર નવાર ઇસ્લામ ધર્મ ના મહાન પયંગબર હઝરત મોહમંદ સાહેબની જાહેરમાં બદનક્ષી તેમજ ટીપ્પણી કરતાં હોય તેમજ ધર્મ વિરુદ્ધ અફવા ફેલાવી મુસ્લિમ સમાજનાં લોકોની ધાર્મિક લાગણી દુભાડી ભારત દેશના ભાઈચારા ને ખતમ કરવાની કોશિશ કરી હોય તેમજ દેશ નો માહોલ ડહોળવાનો પ્રયાસ કરવાની કોશિશ કરવામાં આવી હોય..ત્યારે ઇસ્લામ ધર્મ ના મહાન પયંગબર હઝરત મોહમંદ સાહેબ વિરુદ્ધ અવાર નવાર જાહેરમાં બદનક્ષી તેમજ ટીપ્પણી કરતાં ઉત્તર પ્રદેશના યતિ નરસિંહાનંદ સરસ્વતી વિરુદ્ધ વહેલી તકે સખત માં સખત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી શિનોર મુસ્લિમ સમાજ દ્વારા માંગ કરવામાં આવી હતી.







