NAVSARI
Navsari:- વલસાડ અને નવસારીના પાયાના કાર્યકતા દેવલોક પામતા શ્રી મંગુભાઇ પટેલે તેમના પરિવાર સાથે મુલાકાત કરી સંવેદના વ્યક્ત કરી
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
વલસાડ જિલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ અને નવસારી જિલ્લા પંચાયતના પુર્વ કારોબારી અધ્યક્ષ વરિષ્ઠ પાયાના કાર્યકર્તા સ્વ. ડૉ. વિનોદભાઈ ગાયકવાડ દેવલોક પામ્યા હતા. મધ્યપ્રદેશના રાજયપાલ શ્રી મંગુભાઇ પટેલે તેમના ઘરે પાણીખડક ખાતે સ્વ. ડૉ. વિનોદભાઈના પરિવાર સાથે મુલાકાત કરી સંવેદના વ્યક્ત કરી હતી. આ વેળાએ રાજ્યપાલશ્રી સાથે ગણદેવીના ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ તથા ચીખલીના આગેવાનો અશ્વિનભાઈ પટેલ સાથે રહી પરીવારને આશ્વાસન વ્યક્ત કરી સદ્દગતના આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના કરી હતી.