GUJARAT
શિનોરના કંજેઠા ગામના આર્મીમાં ફરજ બજાવતા શિનોરા હિતેન્દ્રસિંહે 60 થી 70 હજારની કિંમતનો મળી આવેલ આઇફોન મૂળ માલિકને પરત કરી દેશની સેવા સાથે માનવતા મહેકાવી
ફૈઝ ખત્રી...શિનોર વડોદરા જિલ્લાના શિનોરમાં માનવતા હજુ પણ જીવતી હોય તેનું ઉત્તમ ઉદાહરણ શિનોર તાલુકાના કંજેઠા ગામના અને આર્મીમાં ફરજ બજાવતા શિનોરા હિતેન્દ્રસિંહે ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.ત્યારે સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો નસવાડી ખાતે રહેતા તૌફીક મેમણ ગત તારીખ 24 - 12 - 2024 ના રોજ બોડેલી થી નસવાડી ખાતે ઘરે પરત જઈ રહ્યા હતાં.તે દરમિયાન કોસિંદ્રા ગામ પાસે ચાલુ બાઇકે રૂપિયા 60 થી 70 હજારની કિંમતનો આઈ - ફોન થર્ટી મોબાઈલ ફોન પડી ગયો હતો.જે અંગેની જાણ થતાં તૌફીક મેમણ દ્વારા મોબાઈલ ફોનની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.જો કે મોબાઈલ ફોન મળી આવ્યો ન હતો.આ દરમિયાન શિનોર તાલુકાના કંજેઠાં ગામે રહેતા અને આર્મીમાં ફરજ બજાવતા શિનોરા હિતેન્દ્રસિંહને કોસીન્દ્રા પાસેના રસ્તા પરથી આઈ - ફોન થર્ટી મોબાઈલ ફોન મળી આવ્યો હતો.જેમાં તપાસ કરતાં મોબાઈલ ફોન નસવાડી ખાતે રહેતા તૌફીક મેમણ નો હોવાનું સામે આવ્યું હતું.જેથી આર્મીમેને તાત્કાલિક તૌફીક મેમણ નો નંબર મેળવી તેમનો પડી ગયેલ મોબાઈલ ફોન પોતાને મળી આવ્યો હોવાનું જણાવ્યું હતું.જે બાદ તૌફીક મેમણ દ્વારા શિનોર ખાતે રહેતાં તેમના ફ્રેન્ડ મુનાફ લક્કી ને આપી દેવા જણાવેલ જે બાદ આર્મી મેન શિનોરા હિતેન્દ્ર સિંહે તૌફીક મેમણના જણાવ્યા મુજબ તેમના ફ્રેન્ડ ને પોતાને મળી આવેલ 60 થી 70 હજારની કિંમતનો આઈ - ફોન મોબાઈલ ફોન સોંપી દીધો હતો.અને ત્યારબાદ આજે આઈ - ફોન મોબાઈલ ફોન ના મૂળ માલિક તૌફીક મેમણ ને પરત મળી જતાં તૌફીક મેમણે આર્મીમાં ફરજ બજાવતા હિતેન્દ્રસિંહ નો આભાર વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છેકે આર્મીમાં ફરજ બજાવતા આર્મી મેન હિતેન્દ્રસિંહ શિનોરાએ રૂપિયા 60 થી 70 હજારની કિંમતનો આઈ - ફોન થર્ટી મોબાઈલ ફોન પરત કરી દેશ સેવા સાથે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.




