પાવાગઢ ખાતે વડોદરાની ARG ગ્રુપ અને ભરૂચ રનિંગ ક્લબ દ્વારા પ્લાસ્ટિક ક્લીન ઇન્ડિયા અંતર્ગત સફાઈ અભિયાન કાર્યક્રમ યોજાયો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૦.૭.૨૦૨૪
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ માચી ખાતે વડોદરા ની એઆરજી ગ્રુપ અને ભરુચ રનીંગ કલબ દ્વારા પ્લાસ્ટિક ક્લિન ઇન્ડિયા અંતર્ગત સફાઈ અભિયાન કાર્યકમ યોજાયો હતો જેમાં ભરૂચ કલબ ના 50 અને એઆરજી ગ્રુપ ના 30 જેટલા સ્વયમ સેવકો ને ફ્લેગમાર્ચ આપી કાર્યકમની શરૂઆત કરવામાં આવી હતી.પાવાગઢ ચાંપાનેર ગેટ થી મતાજી ના મંદિર સુધી દોડવીરો એ દોડતા દોડતા પ્લાસ્ટિક નો કચરો એકઠો કર્યો હતો.જેમાં ત્રણ જેટલા ટ્રેક્ટરો ભરી કચરો એકઠો કરાયો હતો પ્લાસ્ટિક ફ્રી ઇન્ડિયા ના કાર્યકમ ના માધ્યમથી દેશવાસીઓ ને પર્યાવરણ બચાવો દેશ બચાવો નો સંદેશો આપવામાં આવ્યો હતો.જ્યારે આ કાર્યકમ ની પુર્ણાહુતીમાં પંચમહાલ જિલ્લા કલેકટર આશિષ કુમાર, હાલોલ પ્રાંત અધિકારી પ્રણવ વિઠાણી,હાલોલ ડીવાયએસપી વિક્રમસિંહ રાઠોડ,હાલોલ મામલતદાર હાલોલ પી.બી. ગોહિલ પાવાગઢ પીએસઆઇ આર.જે.જાડેજા દ્વારા દોડવીરો ને એવોર્ડ થી સન્માનિત કરી પ્રોત્સાહિત કરાયા હતા.









