ફૈઝ ખત્રી…શિનોર
શિનોર ના નાની ભાગોળ વિસ્તાર ના રહેતા તોસીફ મન્સૂરી નો બજરંગ દળ, RSS ને ચેલેન્જ કરતો વિડિઓ યુટ્યુબ ચેનલ મારફતે વાઇરલ થતા શિનોર પોલીસ એક્શન માં આવી.
શિનોર પોલીસે ગણતરી ના કલાકો માં આરોપી તોસિફ મન્સુરી ને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શિનોર પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ 173 મુજબ ગુનો નોંધી, સર્વેલન્સ, ટેક્નિકલ, સાયબર ની મદદ લઇ વધુ તપાસ હાથ ધરી છે…
ત્યારે શિનોર ભાજપ, RSS, બજરંગદળ ના કાર્યકરો ,તેમજ ગામ ના આગેવાનો દ્રારા શિનોર સેવાસદન માં મામલતદાર મેં આવેદન પત્ર આપી તોસીફ મન્સૂરી ને કડક માં કડક સજા કરવા જણાવ્યું.
શિનોર અગ્રણી સચિન પટેલ, પૂર્વ શિનોર તાલુકા ભાજપ પ્રમુખ સી.એમ.પટેલ, શિનોર ભાજપ, RSS, બજરંગદળ ના કાર્યકરો , ગામ ના હિન્દૂ સમાજના આગેવાનો સહિત યુવાનો હાજર રહ્યા હતા.
યુટ્યુબ મારફતે ફરતા વિડિઓ માં યુવકે લાગણી દુભાઈ હોય સાંતી ડોહળવા ના પ્રયત્ન ને વખોળી, ફરીવાર આવું કૃત્ય ન કરે માટે યુવક ને સખત માં સખત સજા થાય અને આવેદન પત્ર કલેક્ટર, ઉચ્ચ પોલીસ કક્ષાએ પહોંચે જેવી અરજ કરી..