દાહોદ બ્રહ્માકુમારી દ્વારા ૯૦ મી શિવજંયતિ ના ઉપલક્ષમાં શિવજંયતિ મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી

તા.૧૮.૦૨.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ બ્રહ્માકુમારી દ્વારા ૯૦ મી શિવજંયતિ ના ઉપલક્ષમાં શિવજંયતિ મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી
દાહોદ.પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્ર્વ વિધાલય દાહોદ દ્વારા મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ૯૦ મી શિવજંયતિ મહોત્સવ ઉજવી રહી છે તેના ઉપલક્ષમાં બ્રહ્માકુમારીઝ મેડીટેશન હોલ ખાતે રાજયોગની બ્રહ્માકુમારી સુરેખાદીદી ના અધ્યક્ષ સ્થાને દાહોદ ના ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કીશોરી.નાયબ પોલીસ અધિક્ષક જગદીશભાઈ ભંડારી.જીલ્લા આરોગ્ય અધિકારી ઉદયભાઈ ટીલાવત. ભરતભાઈ સોલંકી. શ્રેયસ ભાઈ શેઠ.ડો.અનુબેન શાહ ની પ્રેરક ઉપસ્થિતિમાં શિવ જયંતિ મહોત્સવ યોજવામાં આવ્યો હતો આ અવસર પર ઉપસ્થિત મહાનુભાવો એ શિવરાત્રી નિમિત્તે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું આ કાયૅકમ માં નેશનલ યુથ આઈકોન કુમારી રાજવી કડીયા તથા સુરજ ચૌહાણ નું બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાયૅકમ નું સંચાલન દાહોદ સેવા કેન્દ્ર ના સંચાલિકા બ્રહ્માકુમારી કપિલાબેન એ કર્યું હતું શિવજંયતિ મહોત્સવ અંતર્ગત મહાનુભાવો દ્વારા ૯૦ દિપકો ને પ્રગટાવી ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું





