
વાત્સલ્યમ સમાચાર
ડાંગ વાંસદા
શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ચીકાર (ઝાવડા)ના લાભાર્થે આયોજિત ભવ્ય શિવ મહાપુરાણ કથાની પોથીયાત્રા 27-11-2025નાં રોજ યોજાશે.અને તા.03-12-2025નાં રોજ કથાનું સમાપન થશે. પરમ પૂજ્ય મેહુલભાઈ જાની દ્વારા સપ્તાહ દરમિયાન શિવકથાનું અમૃતપાન કરાવવામાં આવશે.જેમાં ધર્મપ્રેમીઓને ભાવભીનું આમંત્રણ પાઠવ્યુ છે. ભક્તો તા.27-11-2025નાં રોજ પોથીયાત્રા અને કથા પ્રારંભ સાથે ધર્મોત્સવનો પ્રારંભમાં ભાગ લઈ શકશે.સાત દિવસ દરમિયાન દરરોજ સવારે 10:00 થી બપોરે 1:00 કલાક સુધી કથા ચાલશે.કથા દરમિયાન ૧૧ ફૂટ ઊંચા રુદ્રાક્ષ શિવલિંગના અલૌકિક દર્શનનું આયોજન પણ કરવામાં આવ્યુ છે, જે શ્રદ્ધાળુઓમાં આસ્થાનું કેન્દ્ર બનશે.કથાના પ્રથમ દિવસે સવારે 09:00 કલાકે ભવ્ય પોથીયાત્રાનું આયોજન થશે. જ્યારે દરરોજ સવારે 9:30 કલાકે હવન અને ત્યારબાદ બપોરે 1:30 કલાકે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.આ સમગ્ર આયોજન શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના નિર્માણ અને વિકાસ માટે કરવામાં આવ્યું છે.આ સંપૂર્ણ ધર્મોત્સવને સફળ બનાવવા માટે મંદિરના ટ્રસ્ટીઓ, નિર્મક ગણ, અને ગ્રામજનોએ જહેમત ઉઠાવશે..





