વલસાડના ગુંદલાવ ચોકડી પર શિવ શક્તિ ઉત્કર્ષ યુવક મંડળએ કાળજાળ ગરમીમાં શીતલ જળની પરબ શરૂ કરી…

વાત્સલ્યમ સમાચાર
વલસાડ
વલસાડ જિલ્લાના ગુંદલાવ ચોકડી પાસે ગુંદલાવ ગામ ખાતે આવેલ શિવ શક્તિ ઉત્કર્ષ યુવક મંડળના સેવાભાવી આગેવાનો દ્વારા પોતાના સ્વભંડોળથી એક ઉતમ અને સરાહનીય કામગીરીની શરૂઆત કરવામાં આવતા રાહદારીઓ સહિત સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
આ સેવાકીય કામગીરીના આગેવાનો એવા સંજયભાઈ નાયકા,મેહુલભાઈ, કૃણાલભાઈ,રાહુલ રાઠોડ,રણજિતભાઈ સહિતના સેવા ભાવી આગેવાનો ઉનાળાની બળબળતી ગરમીમાં રાહદારીઓ સહિત મજૂર વર્ગ માટે વિનામૂલ્યે ઠંડાપાણીની પરબ ચાલુ કરી માનવતા મહેક પસરાવી છે. ગુંદલાવ ઓદ્યોગિક વિસ્તાર હોય અનેક લોકો ખાસ કરીને મજુર વર્ગ વધારે પ્રમાણમાં આવતો જતો રહેતો હોય છે તેવા સમયમાં આ કાર્ય ખુબ જ સરાહનીય અને ઉનાળાની બળબળતી બપોરને ઠરાવનાર હોવાનું જણાવી નવસારી જિલ્લાના આદિવાસી સમાજના પ્રમુખ ડો.નિરવભાઈ પટેલ, સાંઢપોરના યુવા આગેવાન મયુરભાઈ પટેલ સહિત ગ્રામજનોએ ઉત્તમ સેવાકીય કામગીરીને બિરદાવી હતી.




