વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
પ્રગટેશ્વરધામ આછવણીના ૪૧મા પ્રાગટ્ય દિન ઉજવણી અવસરે તા.૨૪ થી ૩૦/૧૨/૨૦૨૪ દરમિયાન દિવ્ય શિવમહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં વલસાડના સુપ્રસિધ્ધ કથાકાર અજયભાઇ જાની શિવકથાનું રસપાન કરાવશે.કથાનું મુહૂર્ત લેવા ધર્માચાર્ય પરભુદાદાના સાંનિધ્યમાં શિવભક્તો પહોંચ્યા હતા.કથાકાર અજયભાઇ જાનીએ જણાવ્યું હતું કે, શિવકથામાં શિવભક્તોનું અનેરું મહત્વ છે. શિવ સનાતન, શાશ્વત અને સત્ય છે. શિવ ઉપાસના કરનારની ક્યારેય દુર્ગતિ થતી નથી.આ અવસરે પ્રગટેશ્વર સેવા સમિતિ પ્રમુખ બીપીનભાઇ પરમાર, મંત્રી હેમંતભાઇ પટેલ, મહિલા પ્રમુખ સીતાબેન પટેલ, ભૂદેવ કશ્યપભાઇ જાની, ઠાકોરભાઇ પટેલ, અપ્પુભાઇ પટેલ, વિપુલભાઇ પાંચાલ, ભાવેશભાઇ સહિત શિવપરિવાર ઉપસ્થિત રહ્યા હતા.