GUJARATMEGHRAJ

મેઘરજના કુણોલ ગામેના ખેતરમાં આગ લાગતા ઘઉંનો પાક બળીને ખાખ, બામણવાડમાં પણ ઘઉનો પાક બળી ગયો 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મેઘરજના કુણોલ ગામેના ખેતરમાં આગ લાગતા ઘઉંનો પાક બળીને ખાખ, બામણવાડમાં પણ ઘઉનો પાક બળી ગયો

ઉનાળાની શરૂઆત થતા ની સાથે ક્યાંકને ક્યાંક આગ લાગવાના બનાવો સામે આવતા હોય છે. જેમાં ખેડૂતે પોતાના ખેતરની અંદર ઉગાડેલ ઘઉંનો પાક કેટલીક વાર વીજ તણખલા તેમજ અગમ્ય કારણોસર આગ લાગવાથી પાક બળી જતા નુકશાન વેઠવાનો વાળો આવતો હોય છે

મેઘરજ તાલુકામાં કુણોલ ગામે ત્રણ દિવસમાં બે વાર ઘઉંના ખેતરમાં આગ લાગવાથી ઘઉનો પાક બળી ને ખાખ થઈ ગયો છે હાલ તો કુણોલ ગામના ખેડૂતોનો આક્ષેપ છે કે આ ઘઉં વીજતારના તણખલા પડવાથી બળી ગયો છે આ ઘટના ને લઇ વીજ તંત્ર ને જાણ થતા વિજતંત્ર પણ ઘટના સ્થળે પોહ્ચયી હતું અને તપાસ હાથ ધરી છે બીજી તરફ સતત ખેડૂતના ખેતરમાં બે વાર આગ લાગવાથી ખેડૂતનો ઘઉનો પાક બળી ને ખાખ થઈ ગયો છે મળતી માહિતી અનુસાર છેલ્લા ત્રણ દિવસમાંબે વાર ઘઉંના ખેતરમાં વીજ તણખા ઝરતા આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે ખેડૂતના 7 વીઘા જેટલા ઘઉંના ખેતરમાં આગ લાગતા ખેડૂતને નુક્શામ વેઠાવાનો વાળો આવ્યો છે વીજ તંત્રની ગોર બેદકારી ને કારણે વારંવાર આગ લાગવાના આક્ષેપો થઈ રહ્યા છે.સતત વધી રહેલાં આગના લાગવાને કારણે બીજી બાજુ મોડાસાના બામણવાડ ખાતે પણ ખેતરમાં રહેલ ઘઉનો પાક બળી ને ખાખ થઈ ગયો હતો

Back to top button
error: Content is protected !!