ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજ તાલુકામાં HP ગેસ બોટલ ની અછત..!! છેલ્લા 8 દિવસથી સ્ટોક ન હોવાની ફરિયાદો ઉઠી, તહેવારના સમયે જ પરિસ્થિતિ નું નિર્માણ 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મેઘરજ તાલુકામાં HP ગેસ બોટલ ની અછત..!! છેલ્લા 8 દિવસથી સ્ટોક ન હોવાની ફરિયાદો ઉઠી, તહેવારના સમયે જ પરિસ્થિતિ નું નિર્માણ

સરકાર દ્વારા મફત ગેસ કનેક્શન આપી દીધા અને હવે બોટલો ની અછત સર્જાઈ રહી છે તેવી પરિસ્થિતિ નું નિર્માણ થયું છે જેમાં હાલ મળતી માહીતી અનુસાર HP ગેસકનેક્શન ની ગેસની બોટલની છેલ્લા કેટલાય દિવસથી અછત સર્જાઈ છે

અરવલ્લી જિલ્લામાં મેઘરજ તાલુકામાં HP ગેસ કનેક્શન ની બોટલ એજન્સી ને ન મળતા બોટલની અછત સર્જાતા ગ્રાહકો અટવાયા છે જેને લઇ એક એજન્સી ને સંપર્ક કરતા જણાવ્યું હતું કે આમતો આ બોટલ છેલ્લા કેટલાય સમય થી સ્ટોકમાં નથી અને છેલ્લા 8 દિવસથી તો HP ગેસ ની બોટલ આવી જ નથી અને આ આગળ થી પ્રોબ્લેમ સર્જાયો છે તેવી વાત જાણવા મળી હતી બીજી બાજુ છેલ્લા 8 દિવસમાં 1 હજાર થી વધુ ગ્રાહકો HP ગેસ બોટલ થી વંચિત રહ્યા છે. ખાસ કરીને તહેવાર નો સમયે નજીક છે અને આવા સમયે જ ગેસની બોટલ ની અછત સર્જાતા તહેવાર ના સમયે મોટી મુશ્કેલી સર્જાય તો નવાઈ નહિ,

Back to top button
error: Content is protected !!