ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : મોડાસા તાલુકાના બે BLOને ધીમી કામગીરી બદલ કારણદર્શક નોટિસ, ખલીકપુર 1 અને ખલીકપુર – 2 વિભાગના ની કામગીરીના કર્મચારી ને નોટિસ 

અરવલ્લી

અહેવાલ : હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : મોડાસા તાલુકાના બે BLOને ધીમી કામગીરી બદલ કારણદર્શક નોટિસ, ખલીકપુર 1 અને ખલીકપુર – 2 વિભાગના ની કામગીરીના કર્મચારી ને નોટિસ

ગુજરાત રાજ્યમાં ચાલી રહેલા મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) દરમિયાન અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં બે BLO દ્વારા કાર્યમાં બેદરકારી દાખવાતા મતદાર નોંધણી અધિકારીએ કારણદર્શક નોટિસ ફટકારી છે

માહિતી મુજબ, **ખલીકપુર-1 (ભાગ નં. 196)**ના BLO શૈલેષભાઈ પટેલ અને **ખલીકપુર-2 (ભાગ નં. 197)**ની BLO અંજનાબેન પટેલને EF ફોર્મની ડિજિટાઈઝેશન પ્રક્રિયામાં સંતોષજનક કામગીરી ન કરવાના આરોપસર નોટિસ આપવામાં આવી છે.

તંત્ર તરફથી વારંવાર ટેલિફોનિક સૂચના આપવામાં આવી છતાં બંને BLOએ સમયમર્યાદા પ્રમાણે પૂરતા પ્રમાણમાં EF ફોર્મ ઓનલાઈન અપલોડ કર્યા ન હતા, તેમજ મતદારોના ઘણા ફોર્મ અપૂર્ણ અથવા ભરાયા વગર રાખવામાં આવ્યા હોવા સામે આવ્યું છે. BLOની આ બેદરકારીને કારણે ચૂંટણી સંબંધિત કામગીરીમાં વિલંબ સર્જાઈ શકે છે.તેથી બંનેને બે દિવસની અંદર લેખિતમાં ખુલાસો આપવા આદેશિત કર્યા છે. સાથે જ નોટિસમાં શિક્ષાત્મક પગલાં લેવા આવશે તેવું પણ ઉલ્લેખ કરવામાં આવ્યું છે.નોટિસ મળતા તાલુકાના BLO વર્ગમાં ખળભળાટ મચી ગયો છે અને SIR કાર્યક્રમની કામગીરીને ઝડપથી પૂર્ણ કરવાની તાકીદ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!