GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

બાંગ્લાદેશના હિન્દુઓ પર હુમલાઓ રોકાવવાની માંગ સાથે આમ આદમી પાર્ટીએ રાજકોટ ખાતે આવેદનપત્ર આપ્યું

તા.૭/૧૨/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

કેન્દ્ર સરકાર હસ્તક્ષેપ કરીને બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના હુમલાઓ અને મંદિરો પર થઈ રહેલા હુમલાઓ રોકાવે: આપ

બાંગ્લાદેશ ઉપર દબાણ લાવવામાં આવે અને બાંગ્લાદેશના હિંદુ પરિવારો, સાધુ-સંતો અને મંદિરોની રક્ષા કરવામાં આવે: આપ

સમગ્ર વિશ્વના હિંદુઓ વતી આમ આદમી પાર્ટીની ભાજપ સરકાર સમક્ષ માંગણી છે કે બાંગ્લાદેશ મુદ્દે તાત્કાલિક હસ્તક્ષેપ કરવામાં આવે: આપ

Rajkot: બાંગ્લાદેશમાં અલ્પસંખ્યક હિંદુઓ પર અત્યાચાર વધી રહ્યા છે. બાંગલાદેશની સરકાર અપરાધ રોકવાને બદલે હિંદુ સાધુ સંતોની ધરપકડ કરી રહી છે અને લોકોને હિંદુ વિરુદ્ધ ભડકાવી રહી છે. અને બીજી બાજુ ભાજપની કેન્દ્ર સરકાર નક્કર પગલા લેવાનું ટાળી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા બાંગલાદેશી હિંદુઓ પર અત્યાચાર બંધ કરવા તથા ભાજપ સરકાર નક્કર પગલા લે તેવી માંગ સાથે આજે ગુજરાતના દરેક જીલ્લામાં કલેકટરને આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવ્યો. દરેક જીલ્લામાં મોટી સંખ્યામાં તમામ કાર્યકર્તાઓ અને પ્રદેશના તથા સ્થાનિક પદાધિકારીઓ બેનર અને પ્લેકાર્ડ લઈને ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટ ખાતે રેલી યોજી કલેકટર ને આવેદન પત્ર આપ્યું.આ આવેદનપત્રમાં આમ આદમી પાર્ટી એ જણાવ્યું હતું કે, હિંદુઓએ હંમેશા “વસુધૈવ કુટુમ્બકમ”નો સંદેશો આપીને સમગ્ર પૃથ્વીને જ પોતાનો પરિવાર ગણ્યો છે પણ બાંગ્લાદેશમાં આવા શાંતિપ્રિય હિંદુઓ ઉપર છેલ્લા ઘણા સમયથી સતત હુમલાઓ થઇ રહ્યા છે. સામાન્ય હિંદુ પરિવારોની સાથે સાથે પવિત્ર મંદિરો અને સાધુ-સંતો ઉપર પણ હુમલાઓ થઇ રહ્યા છે. બાંગ્લાદેશમાં હિંદુઓ ઉપર થઇ રહેલા આવા અમાનુષી અત્યાચારોને કારણે સમગ્ર વિશ્વના હિંદુઓ તો ચિંતિત છે જ પણ સાથે સાથે સમગ્ર વિશ્વના તમામ શાંતિપ્રિય લોકો પણ દુઃખી અને ચિંતિત છે. આવી કપરી પરિસ્થિતિમાં બાંગ્લાદેશમાં વસવાટ કરી રહેલા આપણા આ હિંદુ પરિવારોને હિંદુ બહુમતી ધરાવતા આપણા દેશ પાસેથી ખુબ જ આશાઓ છે.

આજે સમગ્ર ભારત આ મુદ્દે ચિંતિત છે, આક્રોશિત છે અને પોતાના હિંદુ ભાઈ-બહેનોની, સાધુ-સંતોની અને મંદિરોની સુરક્ષા માટે પ્રભુને પ્રાર્થના કરી રહ્યા છે, કેન્દ્રની ભાજપ સરકારને વિનંતી કરી રહ્યા છે અને સડકો ઉપર આક્રોશ પણ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે સમગ્ર વિશ્વના હિંદુઓ વતી અમારી ભાજપ સરકાર સમક્ષ માંગણી છે કે આ મુદ્દે તાત્કાલિક હસ્તક્ષેપ કરવામાં આવે, બાંગ્લાદેશ ઉપર દબાણ લાવવામાં આવે અને કડકમાં કડક પગલાં લઈને બાંગ્લાદેશના હિંદુ પરિવારો, સાધુ-સંતો અને મંદિરોને સુરક્ષા આપવામાં આવે.

Back to top button
error: Content is protected !!