BANASKANTHAGUJARATKANKREJ

થરા ખાતે બસ સ્ટેશનમાં શ્રી જલારામ જલસેવા કેન્દ્ર ખુલ્લું મુકવામાં આવ્યું..

થરા ખાતે બસ સ્ટેશનમાં શ્રી જલારામ જલસેવા કેન્દ્ર ખુલ્લું મુકવામાં આવ્યું..

થરા ખાતે બસ સ્ટેશનમાં શ્રી જલારામ જલસેવા કેન્દ્ર ખુલ્લું મુકવામાં આવ્યું..
ઓગડ તાલુકાના હ્દયસમા થરા પંથકમાં મુખ્ય નેશનલ હાઈવે નંબર ૨૭ ઉપર ધર્મની ધ્વજાને ફરકાવીને સતત સેવા કાર્યોથી શ્રી જલારામ મંદિર ધમધમી રહ્યું છે.પ્રતિ વર્ષની જેમ સતત આઠ મા વર્ષે પણ દાતા સ્વ.મુક્તાબેન અચરતલાલ શીવરામભાઈ ઠકકર પરિવારના પ્રેરણાદાયી સહયોગથી સુપુત્રો રામ-લક્ષમણ ની જોડીસમા હર્ષદભાઈ- નિરંજનભાઈ દ્વારા થરા બસ સ્ટેન્ડ ઉપર શ્રી જલારામ જલ સેવા કેન્દ્ર (પાણીની પરબ) નો તા.૨૨/૦૨/૨૦૨૬ ને રવિવાર ના સવારે થરા નગર પાલિકા પ્રમુખ ચેતનાબેન સોનીના વરદ હસ્તે જલસેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.ઉનાળાની સીઝનમાં ચાર મહિના વિના મુલ્યે ઠંડુ મિનરલ પીવાનું પાણી મળી રહેશે તેમ ભગવાનદાસ બંધુએ જણાવ્યું હતું.શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા થી હારીજ જઈ રહેલ ત્યારે થરા અને ડીસા મંડળ સહીત વિશાળ સંખ્યામાં અગ્રણીઓ હાજર રહ્યા હતા. શ્રી જલારામ જલસેવા કેન્દ્રના સહયોગી નિરંજનભાઈ ઠકકરે સૌનું સન્માન કરી ૠણ સ્વિકાર ની લાગણી વ્યક્ત કરી હતી.
નટવર.કે.પ્રજાપતિ,થરા
મો.૯૯૭૯૫ ૨૧૫૩૦

Back to top button
error: Content is protected !!