શ્રી મોતીભાઈ રણછોડભાઈ ચૌધરી કુમાર છાત્રાલય ખાતમુહૂર્ત-ભૂમિ પૂજન સમારંભ યોજાયો.

8 ડિસેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર દ્રારા આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગર ખાતે માન. શ્રી વિપુલભાઈ ચૌધરી (પૂર્વ ગૃહમંત્રી, ગુજરાત રાજ્ય તથા પૂર્વ ચેરમેનશ્રી, દૂધ સાગર ડેરી, મહેસાણા) ના અધ્યક્ષ સ્થાને શ્રી *મોતીભાઈ રણછોડભાઈ ચૌધરી કુમાર છાત્રાલય ખાતમુહૂર્ત-ભૂમિ પૂજન સમારંભ યોજાયો.
આ પ્રસંગે શ્રી મોતીભાઈ રણછોડભાઈ ચૌધરી કુમાર છાત્રાલયનું ખાતમુહૂર્ત-ભૂમિ પૂજન પદ્મશ્રી રઘુવીરભાઈ ચૌધરી (મૂર્ધન્ય સાહિત્યકાર – જ્ઞાનપીઠ એવોર્ડ પુરસ્કૃત), માન.શ્રી મૂળજીભાઈ એમ. ચૌધરી (બાલવા, હાલ- યુ.એસ.એ.), માન.શ્રી જેસંગભાઈ એલ.ચૌધરી (ચરાડા, હાલ-મહેસાણા), માન.શ્રી વરુણભાઈ આર.ચૌધરી (ચરાડા, હાલ-મહેસાણા) માન.શ્રી દિનેશભાઈ બી.ચૌધરી (બોરીયાવી, હાલ-ગાંધીનગર), માન.શ્રી મુકેશભાઈ એમ. પટેલ (જંત્રાલ હાલ-યુ.એસ.એ.)ના પરિવાર સદસ્ય વગેરે યજમાનશ્રીઓના કરકમલો વડે મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યું. આ પ્રસંગે પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી (હાસ્ય કલાકાર), શ્રી કનુભાઈ ડી.ચૌધરી (કૈલાશા ગૃપ, ગાંધીનગર તથા પૂર્વ ડિરેક્ટરશ્રી, દૂધ સાગર ડેરી, મહેસાણા), શ્રી રમણભાઈ આર. ચૌધરી (અધ્યક્ષ, વિશ્વ આંજણા ફાઉન્ડેશન તથા ગામ-સોલૈયા, હાલ યુ.એસ.એ.), શ્રી મણિભાઈ કે.ચૌધરી (પ્રમુખશ્રી, વિશ્વ આંજણા ધામ, ગાંધીનગર), શ્રી ભરતભાઈ એસ.ચૌધરી (રૂપાલ, બી.એસ.સી., મહેસાણા) ના પરિવાર સદસ્યશ્રી નારાયણભાઈ ચૌધરી વગેરે મહાનુભાવો તથા સમાજના શ્રેષ્ઠીશ્રીઓ, સન્માનીય દાતાશ્રીઓ, આગેવાનશ્રીઓ, યુવાન મિત્રો, બહેનો તથા આદર્શ શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કુમાર છાત્રાલયના ખાતમુહૂર્ત-ભૂમિ પૂજન બાદ સન્માન સમારોહ તથા ઉદ્દબોધન સમારોહ યોજાયો હતો. જ્યાં મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાની બાલિકાઓ દ્રારા પ્રાર્થના ગીત રજૂ કરી સરસ્વતીની ઉપાસના કરવામાં આવી હતી. કેળવણી મંડળના મંત્રીશ્રી ડૉ.વી.વી.ચૌધરી એ પુષ્પોરૂપી શબ્દો દ્વારા મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી અને પરિચય કેળવી મહાનુભાવોને આવકાર્યા હતા. તથા બાલિકાઓ દ્રારા સ્વાગત ગીત રજૂ કર્યા બાદ સમારંભના અધ્યક્ષ મા.શ્રી વિપુલભાઈ ચૌધરી દ્વારા તથા કેળવણી મંડળના પ્રમુખશ્રી, મંત્રીશ્રી, ઉપપ્રમુખશ્રી અને હોદ્દેદારશ્રીઓ દ્રારા સાલ અને બુકેથી મહાનુભાવો, શ્રેષ્ઠીશ્રીઓ, સન્માનીય દાતાશ્રીઓ (અગ્યાર લાખ, એકવીસ લાખ, એકાવન લાખ, એક કરોડ, બે કરોડ કે તેથી વધુ દાન આપનાર સન્માનીય દાતાશ્રીઓ) વગેરેને સન્માનિત કરી અભિવાદન કરવામાં આવ્યું હતું.
પ્રાસંગિક પ્રવચનમાં સમારંભના અધ્યક્ષશ્રી માન. શ્રી વિપુલભાઈ ચૌધરી (પૂર્વ ગૃહમંત્રી, ગુજરાત રાજ્ય તથા પૂર્વ ચેરમેનશ્રી, દૂધ સાગર ડેરી, મહેસાણા) એ સ્વ. માનસિંહભાઈ પૃ.પટેલ અને સ્વ. મોતીભાઈ આર.ચૌધરીના પ્રેરણાદાયી કાર્યોને યાદ કરી “શિક્ષણ થકી સામાજિક સમૃદ્ધિ અને સામાજિક સમરસતા વિશે પ્રેરણાદાયી પ્રવચન આપ્યું હતું. તથા આદર્શ શૈક્ષિણક સંકુલના વિકાસ માટે હરહંમેશ તત્પર રહીશ એવી ખાતરી આપી હતી. પદ્મશ્રી રઘુવીરભાઈ ચૌધરીએ વિદ્યાર્થીઓનું ચારિત્ર્ય નિર્માણ, સામાજિક ઘડતર અને માનવીય મૂલ્યોનું જતન કરતી આંજણા-ચૌધરી સમાજની માતૃસંસ્થા એવી આદર્શ વિદ્યાલય વિશે પ્રાસંગિક પ્રવચન આપી કુમાર છાત્રાલયનું “શ્રી મોતીભાઈ રણછોડભાઈ ચૌધરી” નામકરણ સમાજ માટે પ્રેરણારૂપ બની રહેશે એવી અભિલાષા વ્યક્ત કરી હતી. પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી (હાસ્ય કલાકાર) એ ચૌધરી સમાજની શિક્ષણ પ્રત્યેની જિજ્ઞાસા અને દાતાશ્રીઓની દાતારીને બિરદાવી નવીન ભવનો માટે અને આદર્શ શૈક્ષણિક સંકુલના વિકાસ માટે જરૂર પડે તો સમાજના આગેવાનશ્રીઓ અને શ્રેષ્ઠેશ્રીઓના સહકારથી અને પોતાની વાણીના સહયોગથી વિદેશમાં પણ વધુ દાન એકઠું કરી આપવાની ખાતરી પણ આપી હતી.
કેળવણી મંડળના પ્રમુખશ્રી કે.કે.ચૌધરીએ પ્રાસંગિક પ્રવચનમાં માન. શ્રી વિપુલભાઈ ચૌધરીના નિર્દેશન અને પ્રેરણા થકી તથા કેળવણી મંડળની સર્વ સંમતિથી કુમાર છાત્રાલય “શ્રી મોતીભાઈ રણછોડભાઈ ચૌધરી” ના નામકરણ વિશે પ્રકાશ પાડી નવીન નિર્માણ થઈ રહેલ ભવનો માટે ઉદાર હાથે દાન આપનાર દાતાશ્રીઓ તથા શ્રેષ્ઠીશ્રીઓને અભિનંદન આપી કેળવણી મંડળ વતી અંત:કરણપૂર્વક ખૂબ ખૂબ આભાર માન્યો હતો. આ પ્રસંગે શ્રી કનુભાઈ ચૌધરી, શ્રી રમણભાઈ ચૌધરી, શ્રી મુળજીભાઈ ચૌધરી, મણિભાઈ કે.ચૌધરી વગેરે મહાનુભાવોએ અને શ્રેષ્ઠીશ્રીઓએ પણ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.
આભારવિધિ કેળવણી મંડળના મંત્રીશ્રી જે.ડી. ચૌધરી એ કરી હતી તથા સૌએ સાથે સ્વરુચિ ભોજન લીધું હતું.






