BANASKANTHAGUJARATPALANPUR

આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગરની શ્રેષ્ઠીશ્રી નરસિંહભાઈ કે.ચૌધરી (હાલ-અમેરિકા) એ શુભેચ્છા મુલાકાત લીધી

3 માર્ચ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો

તા-02 માર્ચ 24 ના રોજ શ્રેષ્ઠીશ્રી નરસિંહભાઈ કેશરભાઈ ચૌધરી (મુ.પો-ભંદ્રેસર, તા-ઈડર. હાલ- અમેરિકા-USA) એ શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગરની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે શ્રી અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખશ્રી કે.કે.ચૌધરી, મંત્રીશ્રી જે.ડી.ચૌધરી, મંત્રીશ્રી વિઠ્ઠલભાઈ વી.ચૌધરી, સહમંત્રીશ્રી રામજીભાઈ એમ.ચૌધરી, શાળા સંચાલન સમિતિના પ્રમુખશ્રી ડૉ.સુરેશભાઈ વી.ચૌધરી, સમાજના શ્રેષ્ઠીશ્રી મુકેશભાઈ દેસાઈ (ખેરાલુ) તથા શ્રી જનકભાઈ દેસાઈ (ખેરાલુ), કેળવણી મંડળના અન્ય હોદ્દેદારશ્રી પ્રતાપભાઈ ચૌધરી (બાસણા) અને શ્રી નારાયણભાઈ ચૌધરી (ખંડોસણ) વગેરે ઉપસ્થિત રહ્યા હતા.  કેળવણી મંડળના પ્રમુખશ્રી કે.કે.ચૌધરી અને અન્ય હોદ્દેદારશ્રીઓએ શ્રેષ્ઠીશ્રી નરસિંહભાઈ કે.ચૌધરીને સાલ ઓઢાડી અભિવાદન કર્યું હતું. તથા આદર્શ વિદ્યાલયના “અમૃત મહોત્સવ” અંતર્ગત નિર્માણ પામનાર અને આધુનિક સુવિધાઓથી સજ્જ નવીન ભવનોથી માહિતગાર કર્યા હતા પ્રમુખ શ્રી તથા અન્ય હોદ્દેદારશ્રીઓ સાથેની પ્રત્યક્ષ મુલાકાતથી તથા નિર્માણ પામનાર નવીન આયામોથી અભિભૂત થઈ શ્રેષ્ઠીશ્રી તથા દાતાશ્રી નરસિંહભાઈ કેશરભાઈ ચૌધરી (મુ.પો-ભંદ્રેસર, તા-ઈડર. હાલ- અમેરિકા-USA) એ તેમના ધર્મપત્ની શ્રીમતિ હીરાબેન નરસિંહભાઈ કેશરભાઈના નામે રૂપિયા 21,11,111/-(અંકે રૂપિયા એકવીસ લાખ અગિયાર હજાર એકસો અગિયાર પુરા) માતબર રકમનું દાન કરી આદર્શ શૈક્ષણિક સંકુલની વિકાસગાથામાં સહયોગી બન્યા હતા. જે બદલ શ્રી અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખશ્રી તથા અન્ય હોદ્દેદારશ્રીઓએ ખૂબ ખૂબ આભાર માની શુભેચ્છાઓ પાઠવી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!