અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : ગર્ભવતી મહિલાને વહારે આવ્યું અરવલ્લી જિલ્લાનું સખી વન સ્ટોપ સેન્ટર
સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આવેલ બેનની હકીકત પ્રમાણે બેનના લગ્નના છ વર્ષ થયેલા છે લગ્ન જીવનથી બેનની એક દીકરી છે હાલ બેનને આઠ માસનો ગર્ભ છે બેન ના પતિ કે સાસુ ઘરે ન હતા બેનને ભૂખ લાગતા તેમને જમવાનું બનાવીને જમ્યા હતા ત્યારે પતિ સાસુ ઘરે આવતા બેનની સાથે ઝઘડો કરેલ જમવાનું બનાવી એકલી બેસીને જમી લીધું તેવું કહીને બેનની સાથે મારઝુડ કરેલ બેનના સાસુ અને પતિ દ્વારા કામ બાબતે વારંવાર માનસિક અને શારીરિક ત્રાસ આપતા બેન એ તેમની ત્રણ વર્ષની દીકરી ને સાથે લઈ ઘરે થી નીકળી ગયેલ. સખી વન સ્ટોપ સેન્ટર પર આવેલ અને આશ્રય લીધેલ છે.
સખી વન સ્ટોપ સેન્ટર પર આવેલ ઘરેલુ હિંસાથી અસરગ્રસ્થ બેનને તેમની એક દીકરી સાથે આશ્રય આપેલ છે તેમનું કાઉન્સેલિંગ કરતા બેનને જણાવેલ કે પતિ અને સાસુ દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપેલ છે બેનના પતિને ત્રણ દિવસથી સખી વન સ્ટોપ સેન્ટર ખાતે બોલાવેલ પરંતુ સેન્ટર ઉપર આવેલ ન હોવાથી તારીખ ૨૩/૦૧/૨૦૨૫ ના રોજ સવારના ૭:૦૦ કલાકે બેનને પ્રસુતિનો દુખાવો ઉપડવાથી સખી વન સ્ટોપ સેન્ટર ના કર્મચારીઓ દ્વારા બેનને સાર્વજનિક હોસ્પિટલમાં દાખલ કરી બેનને સવારે ૮:૩૦ કલાકે બાળકનો જન્મ થયેલ છે બેનના પતિને બોલાવેલ પરંતુ બેનના પતિ બેનને લેવા માટે આવેલ ન હોવાથી પોલીસ વર્ધી નોંધાયેલ હોઈ ત્યારબાદ તેઓના પતિ સાર્વજનિક હોસ્પિટલ ખાતે આવેલ તેમજ હાલ બેન સારવાર હેઠળ હોવાથી સખી વન સ્ટોપ સેન્ટર ના કર્મચારીઓ હોસ્પિટલમાં હાજર રહેલ છે.સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓની મદદથી આજે એક જીવ બચ્યો હતો…