ARAVALLIGUJARATMODASA

શ્રી અર્બુદા આંજણા સમાજ સેવા મંડળ શામળાજી પ્રદેશની 26મી સાધારણ સભા અને સ્નેહ મિલન સંમેલન ખોડંબા મુકામે યોજાયો

અરવલ્લી

અહેવાલ: હિતેન્દ્ર પટેલ

શ્રી અર્બુદા આંજણા સમાજ સેવા મંડળ શામળાજી પ્રદેશની 26મી સાધારણ સભા અને સ્નેહ મિલન સંમેલન ખોડંબા મુકામે યોજાયો

*શ્રી અર્બુદા આંજણા સમાજ સેવા મંડળ શામળાજી પ્રદેશની 26મી સાધારણ સભા અને સ્નેહ મિલન સંમેલન ખોડંબા મુકામે યોજાયો પ્રમુખ મનુભાઈ કચરાભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયું જેમાં આમંત્રિત મહેમાનો તરીકે સમાજના ડૉ. વિઠ્ઠલભાઈ પટેલ – ખેરંચા, નિકુંજભાઈ પટેલ- ખેરાડી , ધવલભાઇ પટેલ- ખોડંબા, હર્ષભાઈ પટેલ- ટીંટોઇ , વિપુલભાઈ પટેલ- વણઝર , દિનેશભાઈ પટેલ- ખેરંચા ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શુભ શરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી તેમજ સ્વાગત ગીત દ્વારા સ્વાગત કરવામાં આવ્યું ખોડંબા ગામના નીતિનભાઈ પટેલ દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ગ્રામજનો દ્વારા ફૂલછડી અને સાલથી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સમાજના મંત્રી કમલેશભાઈ પટેલ દ્વારા સને 2024/ 25 ના વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા તેમજ સમાજ ઉત્થાન તેમજ સમૂહ લગ્નની વાત મૂકી હતી ત્યારબાદ સમાજના વર્ષ 2024/25ના ધોરણ 1 થી 12 તેમજ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ સિદ્ધિઓ હાંસલ કરનાર તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા ત્યારબાદ સમાજના નિવૃત્ત કર્મચારી ભાઈઓ, બહેનો તેમજ નવી નિમણૂક પામેલા, પ્રમોશન મેળવેલ, સામાજિક, રાજકીય, શૈક્ષણિક, સિદ્ધિઓ હાંસલ કરનાર ભાઈઓ બહેનોને સન્માનિત કરવામાં આવ્યા. તમામ મહેમાન એ પોતાના વક્તવ્યમાં સમાજને આગળ લાવવા અને ભાવિ દિશા સૂચક માર્ગદર્શન આપ્યું તેમજ તમામે સમાજ ઉપયોગી થવાની ખેવના વ્યક્ત કરી હતી.સમાજના દરેક ગામોમાંથી ગામ પ્રતિનિધિઓ વસંતભાઈ પટેલ- શામરપુર,ધુળાભાઈ પટેલ- ખેરંચા, વિનુભાઈ પટેલ- ખોડંબા, ચેતનભાઇ પટેલ-ટીંટોઈ, રમેશભાઈ પટેલ-ખેરંચા, સમાજના જરૂરી સુધારા વધારાઓ સામાજિક રીત રિવાજોની યુવા શક્તિ, મહિલા શક્તિ નું યોગદાન તમામ પ્રકારના વિચારો રજૂ કર્યા હતા.

સમાજના પ્રમુખ મનુભાઈ કચરાભાઈ પટેલે સમાજના ઉત્થાન માટે,સમાજમાં ઉપયોગી થવા માટે, ભાવિ પેઢીના ઘડતર માટે, તેમજ ખોડંબા ગામ મુકામે ખોડંબા ગામના ગ્રામજનો તેમજ ખોડંબા ગામના સરપંચ ગીરીશભાઈ પટેલ દ્વારા સમાજ માટે જમીન સંપાદન માટે મૂકવામાં આવેલા પ્રસ્તાવને જાહેર મંચ ઉપર સમર્થન મેળવી અને જાહેર કર્યું તેમજ તે દિશામાં આગામી સમયમાં શરૂઆત કરવાની વાત મૂકી હતી તેમજ સમાજના પ્રત્યેક વ્યક્તિએ ખભે ખભો મિલાવી સમાજ નિર્માણના કામમાં જોડાઈ જવાની ખેવના વ્યક્ત કરી હતી*

*👉🏻 ઉદાર હાથે દાનનો વહેલો પ્રવાહ…*

*👉🏻 પટેલ વિપુલભાઈ રમેશભાઈ વણઝર એ 1,01001 રૂપિયાનું સમાજને દાન આપ્યું*

*👉🏻 પટેલ શારદાબેન રામાભાઇ હસ્તે નિકુંજભાઈ પટેલ ખેરાડી એ 100000/- રૂપિયાનું સમાજને દાન આપ્યું*

*👉🏻 પટેલ ધવલભાઇ ભગવાનદાસ ખોડંબા 51000 દાન જાહેર કર્યું*

*👉🏻 પટેલ વિઠ્ઠલભાઈ સદાભાઈ ખેરંચા એ 51000 રૂપિયાનું દાન આપ્યું હતું*

*👉🏻 પટેલ દિનેશભાઈ નાથાભાઈ ખેરંચાએ 51000 રૂપિયાનું દાન આપ્યું.*

*👉🏻 પટેલ બેચરભાઈ વિરસંગભાઈ ટીંટોઈ હસ્તે હર્ષભાઈ પટેલ દ્વારા 51000 રૂપિયાનું દાન આપવામાં આવ્યું*

*👉🏻 પટેલ વસંતભાઈ કચરાભાઈ શામળપુર 21000 રૂપિયા દાન આપવામાં આવ્યું*

*👉🏼 પટેલ ભગાભાઈ વક્તાભાઈ ખેરંચા 11000 રૂપિયા દાન આપવામાં આવ્યું*

*👉🏻પટેલ ભરતભાઈ સદાભાઈ શામળપુર ઇનામી ફંડ પેટે 11000 રૂપિયા દાન આપવામાં આવ્યું*

પટેલ ગીરીશભાઈ હરિભાઈ ખોડંબા 11000 રૂપિયા ઇનામી ફંડ પેટે દાન આપવામાં આવ્યું પટેલ શંકરભાઈ કોદરભાઈ વણઝર 11000 રૂપિયા સમાજને દાન આપવામાં આવ્યું*  પટેલ શંકરભાઈ બેચરભાઈ વણઝર 11000 દાન જાહેર કરવામાં આવ્યું પટેલ ડાહ્યાભાઈ પ્રભાભાઈ ખેરાડી 5100 ઇનામી ફંડ પેટે દાન આપવામાં આવ્યું. પટેલ હીરાબેન કોદરભાઈ ખેરંચા 5101 નું ઇનામી ફંડ પેટે દાન આપવામાં આવ્યું પટેલ કમલેશભાઈ રામાભાઈ ખેરંચા દ્વારા 5100 રૂપિયા દાન આપવામાં આવ્યું. પટેલ મેહુલભાઈ કોદરભાઈ શામળપુર દ્વારા 5100 રૂપિયા દાન જાહેર કરવામાં આવ્યું.પટેલ શારદાબેન મોતીભાઈ ટીંટોઈ હસ્તે જાગૃતિબેન દ્વારા 5100 રૂપિયા દાન જાહેર કરવામાં આવ્યું.*

પટેલ રામાભાઇ ધર્માભાઈ ખેરાડી 5000 રૂપિયા ઈનામી ફંડ ખાતે આપવામાં આવ્યા. આ ઉદાર હાથે દાન આપનાર તમામ દાતાશ્રીઓનો નો હુ અર્બુદા આંજણા સમાજસેવા મંડળ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ ખોડંબા ગામના પટેલ શૈલેષભાઈ દ્વારા કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પટેલ હિતેશભાઈ, પટેલ જયેશભાઈ, પટેલ નિકુલભાઇ દ્વારા કરવામાં આવ્યું હતું.સાધારણ સભા અને સ્નેહ સંમેલનમાં સમાજમાંથી મોટી સંખ્યામાં ઉપસ્થિત વડીલો,માતાઓ, યુવાન ભાઈઓ, બહેનો તેમજ બાળકો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા બદલ ખુબ ખુબ ધન્યવાદ સ્નેહ મિલન અને સાધારણ સભાના યજમાન ગામ ખોડંબા ના સમાજના સર્વે સ્વજનો કે જેમને સુંદર વ્યવસ્થા પૂરી પાડી તે બદલ હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો

Back to top button
error: Content is protected !!