થરામાં શ્રી બહુચર માતાજીનો ૧૬ મો પાટોત્સવની ઉજવણી કરાઈ..
.....શ્રી બહુચર માતાજી મંદિર ના ૧૬ મો પાટોત્સવમાં થરા સ્ટેટમાજી રાજવી પરિવાર ઉપસ્થિત રહી માઁ ના આશીર્વાદ લીધા....

થરામાં શ્રી બહુચર માતાજીનો ૧૬ મો પાટોત્સવની ઉજવણી કરાઈ..
…..શ્રી બહુચર માતાજી મંદિર ના ૧૬ મો પાટોત્સવમાં થરા સ્ટેટમાજી રાજવી
પરિવાર ઉપસ્થિત રહી માઁ ના આશીર્વાદ લીધા….
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા જૂનાગામ તળમાં બિરાજમાન રાજરાજેશ્વરી શ્રી બહુચર માતાજીના નવીન મંદિર ના જીર્ણોધારને આજરોજ ફાગણ સુદ-૩ ને રવિવાર તા.૦૨/૦૩/૨૦૨૫ ના રોજ ૧૬ વર્ષ પૂર્ણ થતા સવારે ૯-૧૫ કલાકે દરજી નાથાભાઈ રામચંદભાઈ પરિવારના મુખ્ય યજમાનપદે, જવતલના યજમાન દરજી દિલીપભાઈ
વાલાભાઈના યજમાનપદે શાસ્ત્રી દિનેશભાઈ દવે અધગામવાળના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિવિધાનથી મંત્રોચ્ચાર સાથે બપોરે ૩ કલાક સુધી યજ્ઞ યોજાયો હતો. પ્રજાપતિ મેહુલભાઈ બાબુભાઈ ના વરદ હસ્તે બપોરે ૧૨.૩૯ કલાકે ધ્વજા રોહણ કરવામાં આવેલ.બપોરે ૩ કલાકે શ્રીફળ હોમી આરતી બાદ નિજ મંદિરેથી શ્રી બહુચર માતાજીની મૂર્તિને પાલખી માં પધરામણી કરી શોભાયાત્રા નીકળેલ જે સર્વ પ્રથમ દરબાર ગઢમાં વિસામો લઈ જૈન શેરી, મોચી શેરી, હાઈસ્કૂલ રોડ થઈ તણાં રોડ પર બિરાજમાન શ્રી બહુચર માતાજી ના મંદિરે પહોંચેલ ત્યાંના પૂજારી મુકેશભારથી સોમભારથી ગૌસ્વામી માતાજીની આરતી દ્વારા સ્વાગત કરેલ.ગોપાલ ચૌહાણ સહિત શ્રી રાજા બહુચર ગ્રુપના કાર્યકરો દ્વારા શેરડીના રસનો પ્રસાદ આપવામાં આવ્યો હતો.પ્રસાદ લઈ શોભાયાત્રા શાક માર્કેટ થઈ શ્રી ઝાઝાવડા મહાદેવ મંદિરરોડ,સદુજી વાસ,પટેલ વાસ, રાવળ વાસ,પ્રજાપતિ વાસ,જૂના પોલીસ સ્ટેશન થઈ થરા નગરનું પરિભ્રમણ કરી નિજ મંદિરે પહોંચી સાંજે આરતી બાદ પ્રસાદ લઈ સૌ ભાવિક ભક્તો છૂટા પડ્યા.આ સૌભાયાત્રામાં શ્રી બહુચર માતાજી મંદિરના પૂજારી સોમભારથી ગોસ્વામી, રાજુભાઈ સોની,અલ્પેશભાઈ આર. પ્રજાપતિ,રમેશ દરજી, ગૌરાંગ સોની, ઘનશ્યામભાઈ જોષી તેમજ તાણા-થરા નગરના
ભાવિક ભક્તો જોડાયા
નટવર.કે.પ્રજાપતિ ,થરા.
મો.૯૯૭૯૫ ૨૧૫૩૦




