શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત એન.પી.પટેલ આર્ટસ કૉલેજ પાલનપુરનાં NSS વિભાગ અંતર્ગત નિબંધ સ્પર્ધા અને વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું
6 જુલાઈ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા । શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ। સંચાલિત એન.પી.પટેલ આર્ટસ કૉલેજ પાલનપુરનાં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું. આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણી નિમિત્તે એન.પી.પટેલ આર્ટસ કોલેજમાં નિબંધ સ્પર્ધા તથા વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મંડળના સભ્યોએ પણ વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કરવા જોડાયા હતા. કોલેજ કેમ્પસમાં અલગ અલગ જગ્યાએ કુલ 80 વૃક્ષો વિદ્યાર્થીઓએ રોપી વૃક્ષનું જતન કરવાની જવાબદારી લીધી હતી. કાર્યક્રમમાં સ્ટાફમિત્રોની મદદ પણ મળી રહી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્યાશ્રી ડૉ.મનીષાબેન પટેલના માર્ગદર્શન હેઠળ NSS વિભાગના પ્રોગ્રામ ઓફિસર ડૉ. એકતાબેન ચૌધરી અને ડૉ. કાર્તિક મકવાણાએ કર્યું હતું.