અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
આવાસના હપ્તા પાસ કરવા લેવામાં આવતા રૂપિયાનો ઓડિયો વાયરલ બાબતે તપાસ અધ્ધર તાલ, અધિકારીઓ AC ની હવા ખાવામાં મસ્ત
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને મકાન બનાવવા 1 લાખ 20 હજારની સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે જેમાં ત્રણ હપ્તા માં આ રકમ આપવામાં આવતી હોય છે જે પહેલા હપ્તા પેટે 30 હજાર બીજા હપ્તા પેટે 50 હજાર અને ત્રીજા હપ્તા પેટે 40 હજાર રૂપિયાના હપ્તા સરકાર આપતી હોય છે પરંતુ આ હપ્તા પાસ કરાવવા માટે વચમાં કેટલાક વચોટિયા લાભાર્થીઓ પાસે પૈસા લઇ હપ્તા પાસ કરાવતા હોવાનો ઓડિયો વાયરલ થયો હતો જેમાં તલાટી થી લઇ ગ્રામસેવક સુધીના લોકો અલગ અલગ વહેવાર કરવાનો હોવાનો ઓડિયો લાભાર્થી દ્વારા વાયરલ થયો હતો આ બાબતે અહેવાલ પ્રસિદ્ધ થયાં પછી પણ કોઈ તપાસ થઇ ન હતી ત્યારે હાલ તો અરવલ્લી જિલ્લામાં ભ્રષ્ટાચાર ની ચર્ચાઓ ચારેકોર જામી છે જવાબદાર અધિકારીઓ પણ એસી ની હવા ખાવા મસ્ત છે પણ તપાસ કરવા તૈયાર નથી અને લાભાર્થીઓ ખંડાતા જોવા મળે છે યોજના સરકાર ની લાભ પણ લાભાર્થીઓ ને મળે છે છતાં વચોટિયા કેમ રૂપિયા લે છે એના પર સવાલ ઉભો છે,આ બાબતે જિલ્લા અધિકારી તટસ્થા થી તપાસ કરે તે જરૂરી છે