કાંકરેજ તાલુકાના નાથપુરા ખાતે શ્રી બ્રહ્માણી માતાજી તથા મેલડી માતાજીની રમેલ રમેલ યોજાઈ..
કાંકરેજ તાલુકાના નાથપુરા ખાતે શ્રી બ્રહ્માણી માતાજી તથા મેલડી માતાજીની રમેલ રમેલ યોજાઈ..

કાંકરેજ તાલુકાના નાથપુરા ખાતે શ્રી બ્રહ્માણી માતાજી તથા મેલડી માતાજીની રમેલ રમેલ યોજાઈ..
ચૈત્ર મહિનો એટલે શ્રધ્ધા ભક્તિ ભાવ અને આરાધનાનો ત્રિવેણી સંગમયુક્ત મહિનો ચૈત્ર મહિનામાં ભક્તિ ભાવ અને દૈવી કર્મ વિશેષ જોવા મળતા હોય છે. આદ્ય શક્તિશ્રી જગદંબામાની ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે. ત્યારે કાંકરેજ તાલુકાના નાથપુરા ખાતે થરેચા વાસમાં ઠક્કર તરૂણભાઈ વિઠ્ઠલભાઈ દ્વારબ શ્રી બ્રહ્માણી માતાજીના મંદિરે શ્રી બ્રહ્માણી માતાજી અને શ્રી મેલડી માતાજી ભવ્ય રમેલનું આયોજન ચૈત્ર દશમને ને સોમવાર વાર તા.૦૭/૦૪/૨૦૨૫ ના રોજ રાત્રે ભુવાજી નરસિંહભાઈ સગરામભાઈ,પ્રજાપતિ પુનાભાઈ જેરામભાઈની પાવન નિશ્રામાં બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા ની ઉપસ્થિતિમાં મહેમાનોએ ભોજન પ્રસાદ લીધા બાદ રાત્રેવ રમેલ (જાતર)નું ભવ્ય આયોજન કરવામાં આવેલ. મોરલધામના ભુવાજી સી.એન.પ્રજાપતિ, ભુવાજી ઉમેશભાઈ પ્રજાપતિ નેકારીયા,રોઈટા ધામના ભુવાજી અશોકભાઈ ઠક્કર,ભુવાજી કલ્પેશભાઈ પંચાલ થરા,ભુવાજી દાનાભાઈ પ્રજાપતિ થરા, કાંતિભાઈ પ્રજાપતિ જય ભગવન,રાજુ ઠક્કર લાટી,મેહુલ પ્રજાપતિ શ્રી સદારામ મેડિકલ,રજુ ઠક્કર નીલકંઠ મેડિકલ સહીત અનેક ભુવાજીઓએ રાત્રે રમેલની રમઝટ બોલાવેલ સવારે શુભ ચોઘડિયે સૂર્યદેવની સાક્ષી એ દેવી દેવતાઓને તેલ ફૂલ ચડાવેલ.દેવી દેવતાઓની આરતી ઉતારી સૌ છુટા પાડ્યા હતા.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો 99795 21530





