GUJARAT
મોટા ફોફળીયાની શ્રી છોટુભાઈ એ. પટેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જમનાબાઈ જનરલ હોસ્પિટલ વડોદરાના સહયોગથી વિકલાંગતા અંગેના તબીબી પ્રમાણપત્ર વિતરણ માટે નો કેમ્પ યોજાયો
ફૈઝ ખત્રી....શિનોર શિનોર તાલુકાના મોટા ફોફળીયાની શક્તિ કૃપા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી છોટુભાઈ એ પટેલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં વડોદરાની જમનાબાઈ જનરલ હોસ્પિટલના સહયોગથી વિકલાંગોને વિકલાંગ તબીબી પ્રમાણપત્ર વિતરણ કરવાનો તા.9/12/2024 ના રોજ કેમ્પ આયોજિત કરાયો હતો.આ કેમ્પમાં નેત્ર વિષયક,માનસિક ક્ષતિ ધરાવતા, અને અસ્થિ વિષયક વિકલાંગ લાભાર્થીઓએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.જ્યારે શક્તિ કૃપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગો અને સાથે આવનાર સહાયકો માટે ભોજન ની ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.







