વડામાં શ્રી ઢટોસણા હનુમાનજી મહારાજના મંદિરે ૧ રૂમ નું અનુદાન અર્પણ કરતુ શ્રી ચંદુમાં મહિલા મંડળ થરા
વડામાં શ્રી ઢટોસણા હનુમાનજી મહારાજના મંદિરે ૧ રૂમ નું અનુદાન અર્પણ કરતુ શ્રી ચંદુમાં મહિલા મંડળ થરા
વડામાં શ્રી ઢટોસણા હનુમાનજી મહારાજના મંદિરે ૧ રૂમ નું અનુદાન અર્પણ કરતુ શ્રી ચંદુમાં મહિલા મંડળ થરા .
કાંકરેજ તાલુકાના વડામાં બિરાજમાન શ્રી હનુમાનજીદાદા નુ લગભગ ૪૦૦ વર્ષ પૂરાણુ મંદિર આવેલ છે.દરવર્ષે કાળી ચૌદસના દિવસે ભાતિગળ મેળો ભરાય છે. મંદિરે અનેક સુધારા વધારા થઈ રહ્યા છે અનેક દાતાઓ દાનની સરવાની વર્ષાવી રહ્યા છે ત્યારે જેમનું કામ અને નામ ખૂબ ઊજળું છે એવા શ્રી આનંદ ના ગરબા,ચંદુમા મહિલા ભક્ત મંડળ થરા એ દરેક ધાર્મિક જગ્યાએ અને અન્ય કાર્ય માટે યથા યોગ્ય દાન આપ્યું છે.ત્યારે આ મંડળ દ્વારા આજરોજ દાદાના એક રૂમ ના દાતા તરીકે ૪,૨૫,૦૦૦/ રૂપિયા પેટે ટોટલ ૨,૫૦,૦૦૦/- રૂપિયાનું અનુદાન દાદાના ચરણો દાદાના ભક્તોની હાજરીમા અર્પણ કર્યું હતું.શ્રી જલારામ બાપાના ભજન કીર્તન હોય,ભાગવત ગીતા પાઠ હોય કે ધર્મનું ગુણગાન હોય ત્યારે આ મહિલા મંડળ ખૂબ ભાવથી કાર્ય કરે છે.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530