ડીસા ખાતે શ્રી ડીસાવળ પ્રજાપતિ સમાજ વિકાસ મંડળ કારોબારીની મિટિંગ યોજાઈ..
ડીસા ખાતે શ્રી ડીસાવળ પ્રજાપતિ સમાજ વિકાસ મંડળ કારોબારીની મિટિંગ યોજાઈ..

ડીસા ખાતે શ્રી ડીસાવળ પ્રજાપતિ સમાજ વિકાસ મંડળ કારોબારીની મિટિંગ યોજાઈ..
બનાસકાંઠા જિલ્લાના બટાકા નગરી તરીકે વિખ્યાત ડીસામાં આવેલ શ્રી ડીસાવળ પ્રજાપતિ છાત્રાલય ખાતે શ્રી ડીસાવળ પ્રજાપતિ સમાજ વિકાસ મંડળના કારોબારીની મિટિંગ પ્રમુખ ઈશ્વરભાઈ ઓઝાના અધ્યક્ષ સ્થાને મંત્રી કાંતિભાઈ કંબોયા, ખજાનચી માવજીભાઈ ધુણસોલા,ઉપપ્રમુખ ઈશ્વરભાઈ થરાદરા ,દયારામભાઈ અનાવાડીયા,સહમંત્રી કમલેશભાઈ આસેડીયા, વેરશીભાઈ બલોધરા,ઓડિટર પ્રવીણભાઈ ભાદાણી,ડાયાભાઈ અનાવાડીયાની ઉપસ્થિતિમાં તા. ૧૩/૧૧/૨૦૨૫ ને ગુરૂવાર ના રોજ મીટીંગ યોજાયેલ .નવા વર્ષ ની શુભકામનાઓ પાઠવી આગામી તા.૨૧/૧૨/૨૦૨૫ ને રવિવારના રોજ યોજાનાર સ્નેહ મિલન તથા તેજસ્વીતારલાઓનો સન્માન સમારોહ તથા ઈનામ વિતરણ બાબતની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. શ્રી ડીસાવળ પ્રજાપતિ છાત્રાલય માં ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે. ભોજન પ્રસાદ લઈ પછી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું.ભોજન પ્રસાદ મુકેશભાઈ ઈશ્વરભાઈ ઓઝા તરફથી આપવામાં આવશે.તેજસ્વી તારલાઓને અમરતભાઈ રાણપુરીયા, નરસિંહભાઈ દિયોદરા,કિર્તીભાઈ દેડોલીયા, કાંતિભાઈ કંબોયા, દયારામભાઈ રણછોડભાઈ અનાવાડીયા, ઈશ્વરભાઈ થરાદરા,વેરશીભાઈ બલોધરા,પ્રવીણભાઈ ભાદાણી, મનુભાઈ રાજપુરીયા,બળવંતભાઈ આસેડીયા, રમેશભાઈ અનાવાડીયા સહીત અનેક દાતાઓ તરફથી ઈનામ આપવામાં આવશે તેમ માવજીભાઈ પ્રજાપતિ (ઘરનાળવાળા)એ જણાવ્યું હતું.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530





