
સામાજિક ન્યાય અને અધિકારીતા, પ્રાથમિક માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રીશ્રી અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ડો. પ્રદ્યુમન વાજા ના અધ્યક્ષ સ્થાને આજરોજ કેશોદ ખાતે કેશોદ તથા માંગરોળ માં નવનિર્મિત થનાર એસટી ડેપો વર્કશોપનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા નવનિર્મિત થનાર કેશોદ અને માંગરોળ એસટી ડેપો વર્કશોપનું આજરોજ ખાતમુહૂર્ત યોજાયું હતું. રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમને ઇન્ફાસ્ટ્રક્ચર અપગ્રેડેશન માટે ફાળવેલ સહાય માંથી માંગરોળ ડેપો વર્કશોપ માટે રૂપિયા ૬૬૬ લાખ અને કેશોદ માટે રૂપિયા ૬૫૨ લાખના ખર્ચે આરસીસી ફ્રેમ સ્ટ્રકચર વાળા સુવિધા યુક્ત નવીન ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી તેમજ અન્ય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત યોજાયું હતું.આ પ્રસંગે ભારત રત્ન અટલ બિહારી વાજપાઈજીના જન્મદિન નિમિત્તે મંત્રી શ્રી એ તેમનું સ્મરણ કરી અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.આ પ્રસંગે જુનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમર,ધારાસભ્ય દેવાભાઈ માલમ, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા,સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા,શહેર ભાજપ પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ ભાલાળા,જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા,એસટી જુનાગઢ વિભાગ નિયામક વી.બી. ડાંગર ,કેશોદ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા સહિતના અગ્રણીઓ, અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ






