શ્રી આઠ પરગણા પ્રજાપતિ સમૂહલગ્ન સમિતિ રાધનપુર દ્વારા ૨૪ મા સમુહલગ્નોત્સવ ૫ મી ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ યોજાશે..
નવાબી નગરી રાધનપુર ખાતે ભાભર હાઈવે ઉપર આવેલ શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી શાંતાબેન હેમાભાઈ પ્રજાપતિ છાત્રાલય રાધાનપુર ના પટાંગણ મા આગામી સમયમાં લગ્નોત્સવ ના આયોજન માટે આજરોજ તા.૦૫/૧૦/૨૦૨૫ના રોજ મિટિંગ મળી હતી.
શ્રી આઠ પરગણા પ્રજાપતિ સમૂહલગ્ન સમિતિ રાધનપુર દ્વારા ૨૪ મા સમુહલગ્નોત્સવ ૫ મી ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ યોજાશે..
અત્યારના જમાનામાં મોંઘવારી એ માજા મૂકી છે ઘણાબધા ખર્ચાઓ પણ વધી રહ્યા છે અત્યારના સમયમા મધ્યમ અને ગરીબ પરિવારોને જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓની ખરીદી કરવી ખુબજ અઘરી બની છે.આવા સમયમાં પોતાના દીકરી દીકરાના લગ્નની વાત કરવામાં આવે તો ગરીબ લોકો પોતાની પાસે પૂરતા રૂપિયા ના હોવાથી ઉછી-પાછી કરી પોતાની દીકરી- દીકરાઓ પરણાવતા હોય છે ત્યારે આવા ખર્ચાઓ પર કંટ્રોલ કરવા માટે તમામ સમાજો દ્વારા સમાજના સમાજ બંધુઓ ભેગા મળીને કમિટીઓ બનાવીને દરેક સમાજોમાં ખોટા ખર્ચાથી બચવા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો મોંઘવારીમાં પોતાના દીકરી દીકરાના લગ્ન ધામધૂમપૂર્વક સમાજના રીત રિવાજ મુજબ કરી શકે અને વધારે ખર્ચાઓ ટાળી શકાય તે માટે સમૂહલગ્નનું આયોજન કરતા હોય છે અને મધ્યમ અને ગરીબ પરિવારો સમૂહ લગ્નમાં પોતાની દીકરીને પરણાવવાનો એક અમૂલ્ય અવસર મળે તેવા ઉમદા આશય થી સમાજ સુધારકો, વડીલો તેમજ યુવામિત્રો સમૂહ લગ્ન કરાવતા હોય છે ત્યારે નવાબી નગરી રાધનપુર ખાતે ભાભર હાઈવે ઉપર આવેલ શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી શાંતાબેન હેમાભાઈ પ્રજાપતિ છાત્રાલય રાધાનપુર ના પટાંગણ મા આગામી સમયમાં લગ્નોત્સવ ના આયોજન માટે આજરોજ તા.૦૫/૧૦/૨૦૨૫ના રોજ મિટિંગ મળી હતી.મંત્રી પ્રહલાદભાઈ બી.પ્રજાપતિએ શાબ્દિક શબ્દો દ્વારા મહેમાનોને આવકારી સ્વાગત કર્યું હતું.શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ રાધનપુરના પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ,મંત્રી નથુભાઈ રોઈટા, સમુહલગ્ન સમિતિના પ્રમુખ માધુભાઈ પ્રજાપતિ,ઉપપ્રમુખ અશ્વિનભાઈ પ્રજાપતિ ગાંજીસર,મંત્રી પ્રહલાદભાઈ પ્રજાપતિ ઉણ, ઉમેશભાઈ પ્રજાપતિ થરા, નાનજીભાઈ પ્રજાપતિ વાંસા, સોમાભાઈ પ્રજાપતિ રોઈટા,ડી. ડી. પ્રજાપતિ, એલ.કે.પ્રજાપતિ,ત્રિભોવનભાઈ પ્રજાપતિ સરકારપુરા,ગોવિંદભાઈ પ્રજાપતિ સમી,નાનજીભાઈ પ્રજાપતિ બંધવડ, દેવરામભાઈ પ્રજાપતિ,પાંચાભાઈ પ્રજાપતિ રાધનપુર,દશરથભાઈ પ્રજાપતિ વડનગર,ગીતાબેન પ્રજાપતિ મહેસાણા, નિમિષભાઈ ઓઝા મહેસાણા,નાગજીભાઈ પત્રકાર અને રાધનપુર યુવા સંગઠનની ટીમ સહીત સમુહલગ્ન સમિતિ કારોબારી સભ્યોની ઉપસ્થિતિમાં શાસ્ત્રી મહેશભાઈ પંડિતના હસ્તે મુહૂર્ત આપવામાં આવ્યું ત્યારે આગામી સંવત ૨૦૮૨ ના મહાવદ-૪ ને ગુરૂવાર તા.૦૫/૦૨/૨૦૨૬ ના રોજ સવારે ૨૪ માં સમુહ લગ્નોત્સ યોજાશે.બપોરે ભોજન પ્રસાદ લઈ સૌ છુટા પડ્યા હતા.
નટવર. કે. પ્રજાપતિ, થરા
મો. ૯૯૭૯૫ ૨૧૫૩૦