GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ જિલ્લાના ખેડૂતોને ડ્રોનથી પાક સંરક્ષક – ખાતર છંટકાવ માટે મળશે રાજ્ય સરકારની સહાય

તા.૫/૭/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

લાભ લેવા માગતા ખેડૂતો ૨૮મી ફેબ્રુઆરી સુધી આઈ – પોર્ટલ ખેડૂત પર ઓનલાઈન અરજી કરી શકશે

Rajkot: કૃષિ ક્ષેત્રે અદ્યતન ટેક્નોલોજીના ઉપયોગ થકી ફાર્મ મિકેનાઈઝેશન દ્વારા ખર્ચ ઘટાડીને વધુ ઉત્પાદન મેળવી શકાય છે. પાક સંરક્ષણ માટે ખેડૂતો સામાન્ય રીતે ખેતમજૂર દ્વારા પાક સંરક્ષણ રસાયણ/ નેનો યૂરિયા / એફ.સી.ઓ. /માન્ય પ્રવાહી ખાતરો /જૈવિક ખાતરનો છંટકાવ કરતા હોય છે, પરંતુ આ પરંપરાગત પદ્ધતિમાં વધુ સમય તથા પાણીની જરૂર પડે છે. જેની સામે છંટકાવની અસર ઓછી જોવા મળે છે. આથી રાજ્ય સરકારે કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેક્નોલોજીના ઉપયોગ (કૃષિ વિમાન) અંગેની યોજના અમલમાં મુકી છે.

કૃષિ વિમાન – ડ્રોનના ઉપયોગથી સમય સાથે પાણીનો બચાવ થાય છે. આ સાથે છંટકાવની અસરકારકતા વધુ મેળવી શકાય છે. ઉપરાંત ખેત મજૂરની અછતની સમસ્યાનું નિરાકરણ પણ લાવી શકાય છે.

આ યોજનાનો વધુમાં વધુ ખેડૂતો લાભ લે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ખર્ચના ૯૦ ટકા અથવા રૂપિયા ૫૦૦ પ્રતિ એકર / પ્રતિ છંટકાવ આપવામાં આવે છે. નાણાકીય વર્ષ દરમિયાન વધુમાં વધુ પાંચ એકર દીઠ સહાય મળી શકે છે. રાજકોટ જિલ્લામાં ડ્રોનથી છંટકાવની યોજનાનો લાભ લેવા માગતા લાભાર્થી ખેડૂતો આઈ-પોર્ટલ ખેડૂત ઉપર ૨૮મી ફેબ્રુઆરી ૨૦૨૫ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકશે, તેમ જિલ્લા પંચાયતના જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!