રાજુલા માં શ્રી ગુર્જર પ્રજાપતિ મહિલા સત્સંગ મંડળ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન

યોગેશ ધાનાબાર રાજુલા
રાજુલા શહેર માં શ્રી ગુર્જર પ્રજાપતિ મહિલા સત્સંગ મંડળ દ્વારા સમસ્ત બાબરીયાવાડ ગુર્જર પ્રજાપતિ સમાજના પિતૃના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પારાયણ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે જેમાં કથા પ્રારંભ તારીખ 13.04.2025, થી શરૂ થશે અને કથા વિરામ તારીખ 19.05.2025 ના રોજ થશે આ કથાનું શુભ સ્થળ પ્રજાપતિ નગર વાડી નંબર 2 ભેરાઈ રોડ ખાતે રાજુલા રાખવામાં આવેલ છે ગુર્જર પ્રજાપતિ મહિલા સત્સંગ મંડળ દ્વારા આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ કાર્યક્રમમાં અનેક સાધુ સંતો તેમજ અનેક મહાનુભાવો હાજરી આપશે આ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ પારાયણમાં સંગીતમય શૈલીમાં કથાનું રસપાન શાસ્ત્રી શ્રી નીલકંઠ દાદા વડીયા પોતાની આગવી શૈલીમાં માં આ કથા નું રસપાન કરાવશે ત્યારે આ આઠ દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવેલું છે કથા શ્રવણ નો સમય બપોરના ત્રણ થી સાત નો રહેશે જેમાં પ્રથમ દિવસે પોથી યાત્રા તારીખ 13.04.2025,ને બપોર ના 2.00 કલાકે ભેરાઈ રોડ પર બાપાસીતારામ ની મઢૂલી મીરાનગર ખાતેથી નીકળશે ત્યારે આ ગુર્જર પ્રજાપતિ મહિલા સત્સંગ મંડળ દ્વારા આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે આ મહિલા મંડળ દ્વારા ભાવિક ભક્તોની આ કથા નું રસપાન લેવા માટે જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે…




